________________
[13]
આ રીતે ૩૧ મુદ્દાઓનું વિશેષ વર્ણન કર્યા પછી પરમ પૂજ્ય પરમ કૃપાળુ, પરમ તીર્થપતિ, દેવાધિદેવ મહાવીરસ્વામી ભગવાનના અગ્યાર ગણધરોનું વર્ણન છે. જેમાં.
A.
ગણધર ભગવંતનું નામ
F.
B.
નગર નામ.
આયુષ્ય- ગૃહસ્થાવસ્થા. છદ્મસ્થાવસ્થા. કેવલી અવસ્થા
C.
પિતા.
D.
માતા.
G.
શિષ્ય પરિવાર
E
જન્મ નક્ષત્ર
H. ગોત્ર
આ વર્ણન પછી ચરમ કેવલી જંબૂસ્વામીનું ટુંકથી જીવન વર્ણન કરેલ છે. આ વિગત પછી ચોવીસે તીર્થંક૨ પરમાત્માના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ-કેવળજ્ઞાની-મનઃપર્યવજ્ઞાની-અવધિજ્ઞાની-ચૌદપૂર્વી-વૈક્રિયલબ્ધિવંત-વાદી-ગણધર-એમ સર્વનો સરવાળો સંખ્યાથી બતાવેલ છે.
ત્યાર પછી સર્વ જિનેશ્વરોના શાસનમાં
a. અનુત્તરોપપાતિક સંખ્યા.
b. પ્રકીર્ણ અને પ્રકીર્ણક બનાવનાર મહાત્માઓની વિગત.
c. કેટલી પાટ સુધી મોક્ષગમન ચાલુ રહ્યું.
d. પૂર્વશ્રુત અને અપરશ્રુતનો કાળ.
e. આદેશ અંગે.
f. મુખ્ય શ્રાવક-શ્રાવિકાઓના પ્રાપ્ય નામો અંગે વર્ણન કરીને ૨૪ તીર્થંકર પરમાત્મા અંગે શક્ય વિસ્તાર અને ટુંકથી વર્ણન કરી આ રીતે સર્ગ પૂર્ણ કરેલ છે.
: સર્ગ-૩૩:
૫૨મ કરૂણાસાગર, તીર્થંકર પરમાત્માના જીવૅન અંગે જણાવીને હવે અતુલબલી નરેન્દ્ર એવા બાર ચક્રવર્તીઓનું વર્ણન છે. ક્રમસર ભરત-સગર-મઘવાસનત્કુમારનું ટુંકમાં પણ સુંદર વર્ણન કરેલ છે. ત્યારબાદ શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ ચક્રીનું વર્ણન પૂર્વે તીર્થંકર ભગવંતોના વર્ણનમાં આવી ગયેલ હોવાથી અહીં ફક્ત નામ નિદર્શન કરેલ છે.
ત્યાર પછી આઠમા સુભૂમ ચક્રવર્તીનું ખૂબ જ વિસ્તારથી સંપૂર્ણ વર્ણન કરીને એ નરકમાં કેમ ગયા તે સર્વ હકીક્ત છે.
ત્યાર પછી નવમા ચક્રી પદ્મનું વર્ણન પણ વિસ્તારથી છે. ત્યાર પછી હરિષણ, જય ચક્રીનું સામાન્યથી વર્ણન કરેલ છે. પછી છેલ્લા બ્રહ્મદત્ત ચક્રીનું વિસ્તારથી વર્ણન કરેલ છે.
એ બારે ચક્રીઓની પટ્ટરાણીઓના નામ તથા તેમની ગતિ તથા પરિવારનું વર્ણન કરીને તેઓ ક્યા તીર્થંકર પરત્માના સમયમાં થયા તેનું વર્ણન છે.
ચક્રવર્તીના વર્ણન પછી નવ વાસુદેવનું વર્ણન આવે છે. તેમાં પ્રથમ એક સાથે વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુદેવના નામ આપીને પછી મહાવીર સ્વામીના જીવ પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ટનું વર્ણન છે. આ વર્ણન દરેક વાસુદેવનું નીચે પ્રમાણે વિગત છે.
૪. . વાસુદેવનું નામ. પૂર્વભવનું વર્ણન
૬.
.
પૂર્વ ભવમાં કોની પાસે દીક્ષિત
Jain Education International
વાસુદેવના ભવમાં
માતા
પિતા
For Private & Personal Use Only
www.jainelibrary.org