SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કાલલોક-સર્ગ ૩૨ नृपः श्रीवर्म (ब्रह्म) नामाऽसौ सुनंदगुरुसन्निधौ । प्रव्रज्य परमायुष्को देवोऽभूदपराजिते ॥ ७९४ ॥ ततो मगधदेशेऽभू-पुरे राजगृहे जिनः । पद्मावतीकुक्षिजन्मा सुमित्रनृपतेः सुतः ॥ ७९५ ॥ पौर्णमासी श्रावणस्य कृष्णा ज्येष्ठस्य चाष्टमी । फाल्गुने द्वादशी.-शुक्ला द्वादशी फाल्गुनेऽसिता ॥ ७९६ ॥ कृष्णा च ज्येष्ठनवमी कल्याणकदिना अमी । एषु सर्वेषु नक्षत्रं निर्दिष्टं श्रवणाह्वयं ॥ ७९७ ॥ नव गर्भस्थितिर्मासाः प्रभोरष्टदिनाधिकाः । कूर्मोको मकरोराशि-र्धनुर्विंशतिरुच्छ्रयः ॥ ७९८ ।। प्रभौ गर्भस्थिते माता मुनिवत् सुव्रताभवत् । स्वयं च सुव्रतस्तस्मा-नान्नार्हन्मुनिसुव्रतः ॥ ७९९ ॥ चतुष्पंचाशता वर्ष-लक्षैः श्रीमल्लिनिर्वृतेः । त्रिंशद्वर्षसहस्रोन-जन्माभूत्सुव्रतप्रभोः ॥ ८०० ॥ ચંપાપુરીમાં શ્રીવર્મ (બ્રહ્મ) નામે રાજા થઈ, સુનંદ ગુરુની પાસે ચારિત્ર લઈને અપરાજિતવિમાનમાં પરમાયુષ્ય (૩૩ સાગરોપમ ) વાળા દેવ થયા. ૭૩-૭૯૪. ત્યાંથી આવીને મગધ દેશમાં રાજગૃહ નગરમાં સુમિત્ર રાજાની પદ્માવતી નામની રાણીની કુક્ષિથી પુત્રપણે વીશમાં જિનેશ્વર જન્મ્યા. ૭૯૫. શ્રાવણ સુદ-૧૫, જેઠ વદ-૮, ફાગણ સુદ-૧૨, ફાગણ વદ-૧૨ અને જેઠ વદ -૯ આ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. પાંચે કલ્યાણકમાં નક્ષત્ર શ્રવણ જાણવું. ૭૯૬-૭૯૭. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને ૮ દિવસની, કૂર્મનું લાંછન, મકરરાશિ અને ૨૦ ધનુષ્ય ઉંચું શરીર જાણવું. ૭૯૮. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા મુનિ જેવી સુવ્રતવાળી થઈ, તેથી તેમજ પોતે સુવ્રતવાળા હોવાથી તેમનું નામ મુનિસુવ્રત આપવામાં આવ્યું. ૭૯૯. શ્રી મલ્લિનાથના મોક્ષથી ત્રીશ હજાર વર્ષ જૂના ચોપન લાખ વર્ષે શ્રી મુનિસુવ્રતનો જન્મ થયો. ૮૦૦. ૧. ત્રિષષ્ટિમાં પ્રાણત દેવલોક કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy