SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કાલલોક-સર્ગ ૩૨. वादिनां च सहस्रे द्वे शंबो गणधरोऽग्रिमः । प्रवर्तिनी दामिनी च कुबेरो भक्तभूपतिः ॥ ७३१ ॥ गंधर्वयक्षः श्यामांगो हंसगामी चतुर्भुजः । अपसव्ये करद्वंद्वे दधद्वरदपाशकौ ॥ ७३२ ॥ मातुलिंगांकुशौ वामे दधानः पाणियामले । श्रीकुंथुनाथभक्तानां समर्थयति वांछितं ।। ७३३ ॥ बीजपूरकशूलाढ्य-सद्दक्षिणकरद्वया । मुसंढिपद्मसंशोभि-वामहस्तांबुजद्वया ॥ ७३४ ॥ चतुर्भुजाच्युता देवी बलाख्या च मतांतरे । मयूरवाहना स्वर्ण-द्युतिः शं कुरुते सतां ॥ ७३५ ॥ इति श्रीकुंथुनाथः ॥ जंबूद्वीपे प्राग्विदेहे वत्साख्ये विजये नृपः । सुसीमायां धनपतिः प्रव्रज्य संवराद्गुरोः ॥ ७३६ ॥ त्रयस्त्रिंशत्सागरायुः सर्वार्थे निर्जरोऽभवत् । । ततः कुरुषु देशेषु नगरे हस्तिनापुरे ॥ ७३७ ॥ सुदर्शनस्य नृपते-र्देवीकुक्षिसमुद्भवः । अरनामाभवन्नंद्या-वत्र्ताकोऽष्टादशो जिनः ॥ ७३८ ॥ મુખ્ય ગણધર શંબ, મુખ્ય પ્રવર્તિની દામિની અને મુખ્ય ભક્ત શ્રાવક કુબેર રાજા થયો. ૭૩૧. ગંધર્વ નામનો યક્ષ શ્યામવર્ણવાળો, હંસના વાહનવાળો, ચાર ભુજાવાળો, જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશને ધારણ કરનારો, શ્રીકુંથુનાથના ભક્તોના વાંચ્છિતને પૂરનાર થયો. ૭૩૨-૭૩૩. દેવી અય્યતા અથવા બલા નામે, દક્ષિણ બાજુના બે હાથમાં બીજોરુ અને શૂલને ધારણ કરનારી તથા ડાબી બાજુના બે હાથમાં મુસંઢી અને પદ્મને ધારણ કરનારી, તેનાવડે શોભિત કરકમળવાળી, ચાર ભુજાવાળી, મયૂરના વાહનવાળી અને સ્વર્ગસમાન કાંતિવાળો સજ્જનોને સુખ આપનારી થઈ. ૭૩૪-૭૩પ. ઇતિ શ્રીકુંથુનાથઃ || શ્રી અરનાથભગવાનનું વર્ણન- જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વત્સા નામની વિજયમાં સુસીમા નામની નગરીમાં ધનપતિ નામે રાજા હતો. તેણે સંવર નામના ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાંથી મરણ પામીને સવર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમનાં આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને કુરુ નામના દેશમાં હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામના રાજાની દેવી નામની રાણીની કુક્ષિથી નંદ્યાવર્તના લાંછનવાળા અઢારમા અર નામના તીર્થંકર થયા. ૭૩-૭૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy