SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘરથ રાજાની જીવદયાની પરીક્ષા यथा यथा स्वमांसानि तुलायां भूधवो न्यधात् । તથા તથા પ્રવૃધે પોતો વીવધેન લઃ || ૬૮૦ છે. दीनानने पुरजने क्रंदत्यंतःपुरेऽखिले । तुलामारुह्य सोत्साहं रसेनः श्येनमित्यवक् ॥ ६८१ ॥ गृहाण श्येन ! देहं मे कृतार्थं जीवरक्षणात् ।। तृप्तिस्तवाभयं चास्य भूयान्मम च निर्जरा ॥ ६८२ ।। तं देहेऽपि गतस्नेहं निस्संदेहं जिनागमे । नृपं वीक्ष्य दयावीरं तुष्टस्तुष्टाव निर्जरः ॥ ६८३ ॥ साधु साधु महाधीर ! वीरकोटीर ! सांप्रतं । ईशानेशोऽनिशं स्तौति सत्त्वं ते देवपर्षदि । ६८४ ॥ शंसितोऽसि दयावीर ! यादृशः शूलपाणिना । ततः शतगुणोत्साहो वीक्षितोऽसि परीक्षणे ॥ ६८५ ॥ खेदितोऽसि वृथा राज-नपराधं क्षमस्व मे । इति ब्रुवाणः पुष्पाणां वृष्टिं हृष्टस्ततान सः ।। ६८६ ।। સાત્ત્વિક પોતાના સાથળનું માંસ કાપીને બીજા પલ્લામાં મૂકી તોળવા લાગ્યા. ૬૭૯. અહીં જેમ જેમ રાજા પોતાનું માંસ ત્રાજવામાં મૂકે છે, તેમ તેમ પારેવો તોલમાં વધતો જાય છે. ૬૮૦. તે વખતે આ સ્થિતિ જોઈને નગરજનો દીન મુખવાળા થઈ ગયા. આખું અંતપુર આક્રંદ કરવા લાગ્યું. ત્રાજવામાં પારેવા જેટલો માંસનો તોલ ન થવાથી રાજાએ ઉત્સાહ સહિત ત્રાજવામાં ચડીને બાજને કહ્યું. ૬૮૧. કે - હે બાજ ! જીવરક્ષાથી કૃતાર્થ થયેલા આ મારા દેહને જ તું ગ્રહણ કર. જેથી તને તૃપ્તિ થાય, આને અભય મળે અને મને નિર્જરા થાય.' ૬૮૨. એ રીતે દેહ પ્રત્યે નિઃસ્પૃહ અને જિનાગમમાં અવિહડ શ્રદ્ધાવાળા એવા દયાવીર રાજાને જોઈને, તે દેવ અત્યંત ખુશ થઈ સ્તુતિ કરવા લાગ્યો. ૬૮૩. કે - 'બહુસારૂં-બહુસારૂં હે મહાધીર ! હે વીરમાં અગ્રેસર ! આજે ઈશાને વારંવાર દેવસભામાં તમારી પ્રશંસા કરી છે. ૬૮૪. હે દયાવીર ! ઈન્દ્રમહારાજાએ જેવી તમારી પ્રશંસા કરી. તે કરતાં સોગણો ઉત્સાહ તમારી પરીક્ષા કરતાં મેં તમારામાં જોયો છે. ૬૮૫. હે રાજનું ! મેં તમને ખોટી રીતે ખેદ પમાડયો છે, તે મારો અપરાધ ક્ષમા કરો.' આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy