________________
૮૩
વાસુપૂજ્ય ભગવાનનું વર્ણન
शुक्लाषाढस्य भूतेष्टा कल्याणकदिनाः प्रभोः । आहिर्बुध्नं पंचमे भं चतुर्षु शततारिका ॥ ५७० ॥ दिनानि विंशतिर्मासा-श्चाष्टौ गर्भस्थितिः प्रभोः । राशिः कुंभो लांछनं च महिषः किल कीर्तितः ।। ५७१ ॥ पूज्यते वसुभिः शरै-र्वासुपूज्यः स्मृतस्ततः । वसुपूज्यनृपापत्य-मिति वा ताद्दशाह्वयः ॥ ५७२ ॥ द्विसप्तत्यब्दलक्षोनै-श्चतुष्पंचाशताब्धिभिः । जन्माभूद्वासुपूज्यस्य श्रीमच्छ्रेयांसनिर्वृतेः ॥ ५७३ ॥ षट्चत्वारिंशदब्धीनां शेषस्तुर्यारके तदा । वेदनाग (८४) सहस्राढ्य-बाणर्तु (६५) लक्षवर्षयुक् ।। ५७४ ॥ अष्टादशाब्दलक्षाणि कुमारत्वेऽवसद्विभुः । તતઃ પ્રવેદ્દે વારિત્રે વિશિવિsાં શ્રિતઃ || ૧૭૧ છે. चतुष्पंचाशदब्दानां लक्षाणि व्रतमादधौ । द्विसप्तत्यब्दलक्षायु-धनुस्सप्ततिमूच्छ्रितः ॥ ५७६ ॥
કલ્યાણકના દિવસો જાણવા, તેમાં ચાર કલ્યાણકમાં શતતારિકા (શતભિષા)ને પાંચમા કલ્યાણકમાં ઉત્તરાભાદ્રપદ (આહિર્મુખ) નક્ષત્ર જાણવું. ૫૬૯૫૭૦.
પ્રભુની ગર્ભસ્થિતિ, આઠ માસ ને વશ દિવસની કુંભરાશિ અને મહિષનું લાંછન જાણવું.
પ૭૧.
ઈદ્ર વસુવડે પૂજેલા હોવાથી તેમજ વસુપૂજ્ય રાજાના સંતાન હોવાથી વાસુપૂજ્ય નામ સ્થાપન કર્યું. પ૭૨.
શ્રેયાંસનાથભગવાનના નિવણથી ૭૨ લાખ વર્ષ જૂના અને ૫૪ સાગરોપમે વાસુપૂજ્યનો જન્મ થયો. પ૭૩.
તે વખતે ચોથો આરો ૫ લાખ ૮૪ હજાર વર્ષ જૂના અને ૭૨ લાખ વર્ષ અધિક ૪૬ સાગરોપમ બાકી રહ્યો હતો. પ૭૪.
અઢાર લાખ વર્ષ કુમારાવસ્થામાં વ્યતીત કરીને પછી પૃથિવી નામની શિબિકામાં આરોહણ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. પ૭પ.
૫૪ લાખ વર્ષ ચારિત્ર ધારણ કર્યું. અને સર્વ ૭૨ લાખ વર્ષનું આયુષ્ય અને ૭૦ ધનુષ્યનું શરીર હતું. પ૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org