________________
સુપાર્શ્વનાથનું વર્ણન
युक्तं वरदबाणाभ्यां स्याद्दक्षिणकरद्वयं । कार्मुकाभययुक्तं च वाममस्याः करद्वयं ।। ४४४ ॥ इति पद्मप्रभः । विजये रमणीयाख्ये धातकीखंडमंडने । प्राग्विदेहेषु च शुभा-पुर्यां नंदनरेश्वरः ॥ ४४५ ॥ . संयमं प्रतिपद्याभूत् स चारिदमनाद्गुरोः । षष्ठे ग्रैवेयके देवो-ऽष्टाविंशत्यब्धिजीवितः ॥ ४४६ ।। काशीदेशे वराणस्यां प्रतिष्ठनृपतेस्ततः । राज्यां पृथिव्यां तनयः श्रीसुपार्श्वजिनोऽभवत् ॥ ४४७ ॥ भाद्रमासेऽष्टमी कृष्णा ज्येष्ठे च द्वादशी सिता । ज्येष्ठे त्रयोदशी शुक्ला कृष्णा षष्ठी च फाल्गुने ।। ४४८ ॥ श्यामा च सप्तमी भाद्रे कल्याणतिथयः क्रमात् । चतुर्यु भं विशाखा स्यादनुराधा च पंचमे ।। ४४९ ॥ सैकोनविंशतिदिना मासा गर्भस्थितिर्नव ।। तुलाराशिश्च विज्ञेयो लांछनं स्वस्तिकं प्रभोः ॥ ४५० ॥ अभूत्सुपार्यो नवभि-र्वार्चिकोटिसहस्रकैः । विंशतिपूर्वलक्षोनैः श्रीपद्मप्रभमोक्षतः ॥ ४५१ ॥
બાજુના બે હાથમાં ધનુષ્ય અને અભયને ધારણ કરનારી થઈ. ૪૩-૪૪. ઈતિ પપ્રભઃ
શ્રી સુપાર્શ્વનાથવર્ણન - ધાતકીખંડના મંડનભૂત, પૂર્વ વિદેહમાં રમણીય નામના વિજયમાં શુભાપુરી નામની નગરીમાં નંદ નામના રાજા હતા. ૪૪પ.
તેમણે અરિદમન ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું અને છઠ્ઠા ગ્રેવેયકમાં ૨૮ સાગરોપમના આયુષ્યવાળા દેવરૂપે ઉત્પન્ન થયા. ૪૪૬.
ત્યાંથી ચ્યવી કાશીદેવ. વારાણસી નગરીમાં પ્રતિષ્ઠરાજાની પૃથ્વીરાણીની કુક્ષિથી. શ્રીસુપાશ્વજિન પુત્રપણે ઉત્પન્ન થયા. ૪૭.
ભાદરવા વદ-૮, જેઠ સુદ ૧૨, જેઠ સુદ-૧૩, ફાગણ વદ-૬ અને ભાદરવા-વદિ ૭-એ અનુક્રમે પાંચ કલ્યાણકની તિથિઓ થઈ. ચાર કલ્યાણકમાં વિશાખા નક્ષત્ર અને પાંચમામાં અનુરાધા નક્ષત્ર tej. ४४८-४४८.
નવ માસ અને ૧૯ દિવસની ગર્ભસ્થિતિ, તુલારાશિ અને સ્વસ્તિકનું લાંછન જાણવું. ૪૫૦.
શ્રીપદ્મપ્રભુના મોક્ષથી વીશ લાખ પૂર્વ ન્યૂન, નવ હજાર કોડ સાગરોપમ વ્યતીત થયા ત્યારે સુપાર્શ્વનાથનો જન્મ થયો. ૪૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org