________________
વર્ષનાં નામ
युगं यदुच्यते तत्स्या - च्चांद्रैस्संवत्सरैस्त्रिभिः । द्वाभ्यां चाभिवर्द्धिताभ्यामिति तत्पंचवार्षिकं ॥ २९८ ॥ सूर्यवर्षप्रमाणेन तदेव यदि चिंत्यते । तदापि तुल्यमेव स्यात्पंचवर्षात्मकं युगं ॥ २९९॥ तथाहि - सूर्याब्दस्य सषट्षष्टिरहोरात्रशतत्रयी ।
પંચામ્રાજ્ઞશતા-ત્રિશા: યુયુવાસા: ૫રૂ૦૦૫ इयंत एव द्वाषष्टिचंद्रमासात्मके युगे ।
वासराः स्युस्ततो नार्थ-भेदः कोऽप्यत्र वास्तवः || ३०१ || ततो युगैर्मीयते य-त्संवत्सरशतादिकं । तत्सूर्यवर्षमानेने - त्यादि युक्तं यथोदितं ॥ ३०२ ॥ स्यात्पूर्णिमापरावर्तै- रब्दं द्वादशभिर्विधोः । ચતુઃપંચાધિ—મહોરાત્રશતંત્રયં રૂ૦ રૂ। अहोरात्रस्य चैकस्य द्वादशांशा द्विषष्टिजा: । चंद्रसंवत्सरे मानमित्युक्तं सर्वदर्शिभिः ॥ ३०४||
અન્ય કાળનું માન યુગને આધીન છે, તો અહીં સો વર્ષ વિગેરે સર્વ કાળવિશેષો સૂર્યવર્ષના માનવડે
કેમ કહ્યા ? ૨૯૬-૨૯૭.
૪૭
ઉત્તર ઃઅહીં જે યુગ કહેવામાં આવે છે તે ત્રણ ચંદ્રવર્ષ અને બે અભિવર્ધિત વર્ષને કહેવામાં આવે છે, તેથી પાંચ વર્ષનો એક યુગ થાય છે.૨૯૮.
તે જ યુગ, સૂર્યવર્ષના પ્રમાણથી વિચારીએ તો પણ તે યુગ પાંચ વર્ષનો જ થાય છે.૨૯૯. તે આ પ્રમાણે—એક સૂર્યવર્ષના ત્રણ સો ને છાસઠ રાત્રિદિવસ છે. તેને પાંચે ગુણવાથી અઢાર સો ને ત્રીશ રાત્રિદિવસ એક યુગમાં થાય છે.૩૦૦.
એક યુગમાં ચંદ્રવર્ષના બાસઠ માસ (ત્રણ ચાંદ્રના ૩૬-બે અભિવર્ધિતના ૨૬) થાય છે. તેના પણ દિવસો તેટલા જ થાય છે; તેથી વાસ્તવિક રીતે બન્નેની અપેક્ષાએ અર્થનો ભેદ નથી.૩૦૧. તેથી સૂર્યવર્ષની અપેક્ષાએ યુગવડે જે સો વર્ષ વિગેરેનું માન કરવામાં આવે છે, તે યુક્ત જ છે. ૩૦૨.
Jain Education International
બાર વખત પૂર્ણિમાનું પરાવર્તન થાય (બાર પૂર્ણિમાઓ જાય) ત્યારે એક ચંદ્ર વર્ષ થાય છે. ત્રણ સો ને ચોપન રાત્રિદિવસ તથા એક રાત્રિદિવસના બાસઠીયા બાર અંશ (-) અધિક, એટલું ચંદ્રસંવત્સરનું પ્રમાણ જિનેશ્વરોએ કહ્યું છે.૩૦૩–૩૦૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org