________________
આઢકનું પ્રમાણ
अहोरात्रो मुहूर्तेः स्यात्रिंशता षष्टिनालिकः । स तौल्यतस्त्रयो भाराः षट्सहनाः पलानि वा ॥२८३॥ मेयप्रमाणचिंतायां सविंशं शतमाढकाः । पक्षः पुनरहोरात्रैः स्यात्पंचदशभिर्बुवं ॥२८४॥ स तौल्यतः पंचचत्वा-रिंशद्भारात्मको भवेत् । आढकानां शतान्यष्टा-दश मेयप्रमाणतः ॥२८५॥ तौल्यतो नवतिर्भारा मासः पक्षद्वयात्मकः । षट्त्रिंशदाढकशता-न्येष मेयप्रमाणतः ॥२८६।। मासैदशभिश्चैकः कर्मसंवत्सरो भवेत् । शतानि त्रीणि षष्ट्याढ्या-न्यत्र रात्रिंदिवानि च ॥२८७॥ तौल्ये सहनं साशीति भाराणां स्यात्स मानतः । त्रिचत्वारिंशत्सहस्रा-ण्याढकानां द्विशत्यपि ॥२८८॥ ऋतुसंवत्सरोऽप्येष ऋतुषट्कात्मको भवेत् ।
ऋतवो हि वसंताद्याः पृथग्मासद्वयात्मकाः ॥२८९॥ ત્રીશ મુહૂર્તનો એટલે સાઠ નાડિકા (ઘડી) નો એક રાત્રિ દિવસ થાય છે, તે તોલની અપેક્ષાએ ત્રણ ભાર અથવા છ હજાર પલ થાય છે. અને માપની અપેક્ષાએ એક સો ને વીશ આઢક થાય છે. ૨૮૩
પંદર રાત્રિ-દિવસનો એક પક્ષ (પખવાડીયું) થાય છે. તે તોલની અપેક્ષાએ પીસ્તાલીશ ભાર પ્રમાણ અને માપની અપેક્ષાએ અઢાર સો આઢકપ્રમાણ થાય છે. ૨૮૪–૨૮૫.
બે પખવાડીયાનો એક માસ થાય છે, તે તોલની અપેક્ષાએ નેવું ભાર અને માપની અપેક્ષાએ છત્રીશ સો આઢક થાય છે.૨૮૬.
બાર માસનો એક કર્મસંવત્સર (વર્ષ) થાય છે. તેમાં ત્રણ સો ને સાઈઠ રાત્રિ દિવસ થાય છે. ૨૮૭.
તે તોલની અપેક્ષાએ એક હજારને એંશી ભાર અને માપની અપેક્ષાએ તેતાલીશ હજાર ને બસો આઢક થાય છે. ૨૮૮.
છ ઋતુસ્વરૂપ આ કર્મસંવત્સરને ઋતુસંવત્સર પણ કહેવામાં આવે છે. તે ઋતુઓ વસંતાદિક બે-બે માસની હોય છે. ૨૮૯.
જિનેશ્વર ભગવંતોએ પાંચ પ્રકારના સંવત્સર કહ્યા છે–સૂર્યસંવત્સર ૧, ઋતુસંવત્સર ૨, ચંદ્રસંવત્સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org