________________
૪૪
भवेत्पलशतं चैत- तुलया तुलितं जलं । तच्च स्वभावतः स्वच्छ-मेष्टव्यं शारदादिकं ॥ २७९ ॥ देव : श्रीसर्वज्ञो विश्वश्रीशः सिद्धिस्त्रीकांतः, कामद्रुद्रोहानिर्मायादोषाभास्वान्नीरागः । चंद्रश्वेतश्लोकः स्याद्वादारामाब्दो लोकार्थ्यो, वांतापायः शांतो लोकेभ्योऽसंख्यं सौख्यं देयात् ॥ २८० ॥ अद्भुतमंथरमध्यम - गत्या पठनेऽस्य भवति वृत्तस्य । कामक्रीडाछंदसि षष्ट्या गुर्वक्षरैः पलं लोके ॥ २८१||
सूक्ष्मेक्षिकार्थिनां चैवं वाच्यं-संगीतशास्त्रप्रसिद्धस्य पंचमात्रिकतालस्याविच्छेदेन चतुर्विंशतिवारान् हस्तमुखाभ्यामुद्घटने सर्वथाप्यविसंवादि जलपलमेकं स्यादिति लौकिकज्योति: शास्त्रानुसारेण पलमानं, एभिश्च षष्ट्या पलैर्घटिकापरपर्याया ना डिकेति ।
नाडिकाभ्यां भवेद् द्वाभ्यां मुहूर्त्तस्तौल्यतः स च । पलानां द्वे शते माना- च्चत्वारो नूनमाढकाः ॥२८२॥
કાલલોક-સર્ગ ૨૮
તે જળને તુલાવડે જોખતાં સો પલ (૪૦ તોલા) પ્રમાણ થાય છે, આ જળ શરદઋતુ વિગેરેનું સ્વભાવથી જ સ્વચ્છ હોય તેવું લેવું.૨૭૯.
વિશ્વની લક્ષ્મીના સ્વામી, સિદ્ધિરૂપ સ્ત્રીના પતિ, કામદેવરૂપ વૃક્ષનો દ્રોહ કરવામાં અગ્નિ સમાન, માયારૂપી રાત્રિનો નાશ કરવામાં સૂર્ય સમાન, રાગ રહિત, ચંદ્ર જેવી ઉજ્વળ કીર્તિવાળા, સ્યાદ્વાદરૂપી ઉદ્યાનને વિકસ્વર કરવામાં મેઘ સમાન, સર્વ લોકને પૂજ્ય, કષ્ટનો નાશ કરનાર અને શાંત સ્વભાવવાળા શ્રી સર્વજ્ઞદેવ લોકોને અસંખ્ય સુખ આપો.૨૮૦.
આમ કામક્રીડા નામના શ્લોકમાં સાઠ ગુરુ અક્ષરો છે. આ શ્લોક બહુ જલદી કે બહુ ધીમેથી નહીં બોલતા મધ્યમ રીતે બોલીએ, તો તેટલા સમયમાં એક પલ પ્રમાણ જળ નાલિકામાં જાય છે.૨૮૧.
Jain Education International
સૂક્ષ્મ જોવાની ઈચ્છાવાળાને આ પ્રમાણે કહેવું.–સંગીત શાસ્ત્રમાં પ્રસિદ્ધ પાંચ માત્રાવાળા તાલને વિશ્રામ વિના ચોવીશ વાર હાથ અને મુખવડે ઉદ્ભટ્ટન કરવામાં સર્વ પ્રકારે અવિસંવાદથી એક પલ પ્રમાણ જલ નાલિકામાં જાય છે. એ પ્રમાણે લૌકિક જયોતિષ શાસ્ત્રને અનુસારે પલનું માન જાણવું અને આવા સાઠ પલથી એક નાલિકા થાય છે તેનું બીજું નામ ઘડી કહેવાય છે.
બે નાડિકાનું એક મુહૂર્ત થાય છે. તોલાની અપેક્ષાએ બસો પલ અને માપની અપેક્ષાએ ચાર આઢક (જળનું પ્રમાણ) થાય છે.૨૮૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org