________________
૨૮
કાલલાક-સી ૨૮
यादृशाध्यवसायेन बद्धं यत्कर्म यादृशं । तद्भोक्तव्यं तथा नैवं कृतनाशाकृतागमौ ॥१७४॥ क्षेत्रे तुल्येऽपि गंतव्ये बहूनां योजनादिके । गतिपाटवभेदेन कालभेदो यथेक्ष्यते ॥१७५॥ तुल्येऽपि शास्त्रेऽध्येतव्ये बहूनां ग्रंथमानतः । बुद्धिपाटवभेदेन कालभेदो यथेक्ष्यते ॥१७६॥ तुल्येऽपि रोगे भैषज्य-पथ्यादितारतम्यतः । निवृत्तिकालो रोगस्य बहूनां बहुधा यथा ॥१७७॥ समानस्थितिकेऽनेकै-र्बद्ध कर्मणि देहिभिः । परिणामविशेषेण भोगकालस्तथा पृथक् ॥१७८।। पिंडीभूतः पटः क्लिन्न-चिरकालेन शुष्यति । प्रसारितः स एवाशु तथा कर्माप्युपक्रमैः ॥१७९॥ विनापवर्त्तनां लक्षा-दिको राशिर्विभज्यते ।
चिरेणापवर्तितस्तु क्षिप्रं कर्मापि तत्तथा ॥१८०॥ કર્મને જ ઉત્પન્ન કરે છે. ૧૭૩.
જે કર્મ જેવા અધ્યવસાયવડે જેવા પ્રકારનું બાંધ્યું હોય, તે કર્મ તે જ પ્રકારે ભોગવવાનું હોય છે, તેથી કૃતનાશ અને અકૃતાગમ દોષ આવતા જ નથી.૧૭૪.
જેમ ઘણાં માણસોને અમુક યોજન દૂર એક સરખા ક્ષેત્રમાં જવું છે, તેમાં ઓછી-વધુ ગતિના ભેદથી કાળનો ભેદ પડે છે. (ઉતાવળો માણસ વહેલો પહોંચે છે વિગેરે) ૧૭૫.
જેમ ઘણા વિદ્યાર્થીઓને એક સરખું શાસ્ત્ર ભણવાનું હોવા છતાં, તેમાં બુદ્ધિની પટુતા આદિનાં કારણે કાળનો ભેદ પડે છે.૧૭૬.
જેમ ઘણા માણસોને એક સરખો રોગ હોવા છતાં, ઔષધ અને પથ્ય વિગેરેની તરતમતાથી મોડો-વહેલો રોગ મટે છે. ૧૭૭.
તે જ પ્રમાણે ઘણા જીવો દ્વારા બંધાયેલું એક સરખી સ્થિતિવાળું કર્મ પરિણામ વિશેષથી જુદાજુદા સમયે ભોગવાય છે. ૧૭૮.
જેમ વીંટળાયેલા ભીના વસ્ત્રને સુકાતાં વાર લાગે છે. અને તે જ વસ્ત્ર પહોળું કર્યું હોય તો શીધ્ર સુકાય છે. તે જ પ્રમાણે કર્મ પણ ઉપક્રમવડે શીઘ ભોગવાય છે. ૧૭૯.
જેમ લક્ષ પ્રમાણ સંખ્યાવાળો પદાર્થ રાશિ અપવર્તન ન કરી હોય તો તેનો વિભાગ કરતાં વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org