________________
२७
સોપક્રમ નિરુપક્રમ કર્મ आह - चेत्कृत्वोपक्रमैरल्प-स्थितिकं कर्म वेद्यते ।
भवांतरकृतस्यासौ न भोगस्तर्हि कर्मणः ॥१६६।। यद्बद्धं बंधसमये भोग्यं वर्षशतादिभिः ।
भुक्तं त्वंतर्मुहूर्तेन तदेवैतत्कथं नु तत् ॥१६७॥ किंच - अस्तु सोपक्रमं सर्वं सर्वं वा निरुपक्रमं ।
भेदः कुतः कथं नो वा परावर्तोऽनयोमिथः ॥१६८॥ अत्रोच्यते- बद्धं यबंधसमये परिणामेन ताशा ।
तत्स्यादुपक्रमैः साध्यं साध्यो रोग इवौषधैः ॥१६९।। असाध्यरोगवद्यत्तु परिणामेन तादृशा । बद्धं तदुचितात्काल-विपाकादेव नश्यति ॥१७०॥ रोगे ह्यसाध्ये शक्तिर्नी-षधादेविद्यते यथा । कर्मण्युपक्रमाभाव-स्तथा स्यान्निरुपक्रमे ॥१७१।। विचित्राणि कर्मबंधा-ध्यवसायास्पदानि यत् । वर्त्ततेऽसंख्यलोकाभ्र-प्रदेशप्रमितानि वै ॥१७२॥ तेषु सोपक्रमकर्म-जनकान्येव कानिचित् । कानिचिबंधजनका-न्यनुपक्रमकर्मणां ॥१७३।।
પ્રશ્ન :- જો ઉપક્રમથી અલ્પ સ્થિતિવાળું કરીને કર્મ વેદાતું હોય, તો ભવાંતરમાં બાંધેલા કર્મનો તે ભોગ ન કહેવાય. કેમકે બંધ સમયે સો(૧૦૦) આદિ વર્ષોથી ભોગવી શકાય તેવું જે કર્મ બાંધ્યું હોય, તે જ કર્મ એક અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ જાય-એમ શી રીતે બને ? વળી બીજો પ્રશ્ન સર્વ કર્મ ઉપક્રમ સહિત જ માનો અથવા સર્વ કર્મ ઉપક્રમ રહિત જ માનો, તો ભેદ શા માટે અથવા તો તે બન્નેનો પરસ્પર પરાવર્ત કેમ ન માનવો ? ૧૬૬–૧૬૮.
ઉત્તર :- જે કર્મ બંધ સમયે તેવા પ્રકારના મંદ પરિણામવડે બાંધ્યું હોય, તે કર્મ ઔષધથી સાધ્ય રોગની જેમ ઉપક્રમ વડે સાધ્ય થઈ શકે છે. અને જે કર્મ અસાધ્ય રોગની જેમ તેવા પ્રકારના તીવ્ર પરિણામવડે બાંધ્યું હોય, તે કર્મ યોગ્યકાળ ઉદયમાં આવવાથી જ ક્ષીણ થાય છે. ૧૬૯–૧૭૦.
જેમ અસાધ્ય રોગમાં ઔષધાદિની શક્તિ કામ આવતી નથી, તેમ નિરુપક્રમ કર્મમાં ઉપક્રમ થઈ શકતો નથી. કારણકે કર્મબંધના અધ્યવસાયનાં સ્થાનો વિચિત્ર પ્રકારનાં છે અને તે અસંખ્ય લોકાકાશના प्रदेश ट। छ.१७१-१७२.
તેમાં કેટલાક અધ્યવસાયના સ્થાનો સોપક્રમ કર્મને જ ઉત્પન્ન કરે છે અને કેટલાક સ્થાનો નિરુપક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org