________________
દેશકાલ નામનો કાલ
द्वेधोपक्रमकालोऽयं सप्रसंगः प्ररूपितः । देशकालाभिधं काल-मथ ब्रूमो यथागमं ॥१८१।। कार्यस्यार्यस्य वान्यस्य यो यस्यावसरः स्फुटः । स तस्य देशकालः स्याद् द्विधाप्येष निरूप्यते ॥१८२॥ अन्नपाकक्रियोद्भूत-धूमानां प्रशमं पुरे । पानीयहारिणीशून्यं दृष्ट्वा वाप्यवटादिकं ॥१८३॥ काकांश्चापततो दृष्ट्वा गृहेषु गृहमेधिनां ।
साधुना लक्ष्यते भिक्षावसरोऽतिसमीपगः ॥१८४॥ तथाहुर्भाष्यकारा:-निद्भूमगं च गामं महिलासुन्नं च सुणयं (कूवयं) दर्छ ।
नियं च काया ओलेंति जाया भिक्खस्स हरहरा ॥१८५॥ आमोदिमोदकाकीर्णं शून्यं कांदविकापणं । मत्तां गृहांगणे सुप्तां तथा प्रोषितभर्तृकां ॥१८६।। निर्मक्षिकं मधु स्वच्छं पश्यतां प्रकटं निधिं । तत्तत्पदार्थग्रहणे देशकालस्तदर्थिनां ।।१८७॥
સમય જાય છે. અને અપવર્તન કરી હોય, તો તેનો વિભાગ કરતાં થોડો સમય લાગે છે. એ જ પ્રમાણે કર્મ પણ અપવર્તન કરવાથી શીધ્ર ભોગવાઈ જાય છે. ૧૮૦.
આ પ્રમાણે છઠ્ઠો બે પ્રકારનો ઉપક્રમકાલ વિસ્તારથી કહ્યો. ૬. હવે સાતમો દેશકાલ નામનો કાલ આગમમાં કહ્યા પ્રમાણે કહીએ છીએ. ૧૮૧.
શુભ કે અશુભ કાર્યનો જે અવસર સ્પષ્ટ જોવામાં આવે, તે તેનો દેશકાલ કહેવાય છે. તેના બે પ્રકાર છે.૧૮૨.
ગામમાં રસોઈ ક્રિયાથી ઉત્પન્ન થયેલ ધૂમાડો ન દેખાય, અથવા કૂવા વિગેરે જળાશયો પણીહારીથી શૂન્ય દેખાય, તથા ગૃહસ્થોનાં ઘરો ઉપર કાગડા ઊડતા દેખાય, ત્યારે ભિક્ષાનો કાળ સમીપ આવ્યો છે–એમ સાધુઓ જાણે છે.૧૮૩–૧૮૪.
ભાષ્યકાર કહે છે કે- “ધૂમાડા રહિત ગામને જોઈને સ્ત્રીઓ રહિત કૂવાને જોઈને તથા કાગડાને નીચે ઊડતા જોઈને ભિક્ષાનો અવસર થયો છે, એમ સાધુ જાણે.”૧૮૫.
સુગંધી મોદકથી ભરેલી કંદોઈની દુકાનને શૂન્ય જોઈને, જેનો પતિ પરદેશ ગયો હોય તેવી મદોન્મત્ત સ્ત્રીને ઘરના આંગણામાં સુતેલી જોઈને, સ્વચ્છ મધપોડું મક્ષિકા રહિત જોઈને તથા પ્રગટ થયેલા નિધાનને જોઈને તેના અર્થીજનોને તે તે પદાર્થ ગ્રહણ કરવાનો દેશકાળ જાણવો.૧૮૬–૧૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org