SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ કાલલોક-સર્ગ ૩૧ स्वर्ग यांत्यथवा मुक्ति-मेषां वैराग्यवासना । खिन्नानां जायते विष्णौ विपन्ने प्रेष्ठबांधवे ॥५६५॥ यत्तु श्रीमहानिशीथे पंचमाध्ययने कुवलयाचार्यप्रबंधे कुवलयप्रभाचार्यो मृत्वा व्यंतरो बभूव १, ततः सूनाधिपो २, मृत्वा सप्तमपृथिव्यां ३, ततो मृगजाति: ४, ततो महिष५, स्ततो मनुष्य ६, स्ततो वासुदेव इति मनुष्यभवादनंतरमागतस्य वासुदेवत्वमुक्तं तन्मतांतरमिति યે | एतौ च द्वौ विमात्रेयौ भवतो भ्रातरौ मिथः । जगत्यनुत्तरस्नेही हली. ज्येष्ठो हरिर्लघुः ।।५६६॥ एते जितत्रिखंडाः स्यु-श्वक्रितोऽर्द्धसमृद्धयः । महीभृतां सहस्रैश्च सेव्याः पोडशभिस्सदा ॥५६७॥ त्यक्तनिष्कारणक्रोधाः सानुक्रोशा अमत्सराः । प्रकृत्यैव परगुण-ग्राहिणो गतचापलाः ॥५६८।। गंभीरमधुरस्वल्पा-लापाः सदुचितस्मिताः । सत्यसंपूर्णवचनाः शरणागतवत्सलाः ॥५६९॥ ભાવના વહાલા બંધુરૂપ વાસુદેવ મરણ પામ્યા પછી તે કાર્યથી ખેદ પામીને થાય છે. ૫૬૪-૫૬૫. શ્રી મહાનિશીથના પાંચમા અધ્યયનમાં કુવલયાચાર્યના પ્રબંધમાં કુવલયાચાર્ય મરણ પામીને વ્યંતર થાય છે, ત્યાંથી ચ્યવી કસાઈખાનાના સ્વામી થાય છે, મરીને સાતમી નરકે જાય છે, ત્યાંથી નીકળી મૃગ થાય છે, પછી મહિષ થાય છે, પછી મનુષ્ય થાય છે અને પછી વાસુદેવ થાય છે એમ કહ્યું છે. એટલે કે મનુષ્યમાંથી અનંતર વાસુદેવ થવાનું કહ્યું છે તે મતાંતર જાણવું. એ બંને (બળદેવ અને વાસુદેવ) જુદી જુદી માતાના પુત્રરૂપે ભાઈઓ થાય છે, પરંતુ તેમનો સ્નેહ જગતમાં અનુત્તર કહ્યો છે. તેમાં બળદેવ મોટા હોય છે અને વાસુદેવ નાના હોય છે. ૫૬૬. એઓ ત્રણ ખંડને જીતે છે અને ચક્રવર્તી કરતાં અર્ધસમૃદ્ધિવાળા હોય છે. તેઓ નિરંતર સોળ હજાર રાજાઓથી સેવાય છે. ૫૬૭. વાસુદેવ અને બળદેવ બંને નિષ્કારણ ક્રોધ નહીં કરનારા, દયાયુક્ત ચિત્તવાળા, મત્સરવિનાના, સ્વભાવે જ પરગુણને ગ્રહણ કરનારા, ચાલતા વિનાના, ગંભીર, મધુર અને સ્વલ્પ બોલનારા, સારું અને ઉચિત સ્મિત કરનારા, સત્યથી સંપૂર્ણવચનવાળા શરણાગતના વત્સલ, એક સો આઠ લક્ષણયુક્ત શરીરવાળા, ઉત્કૃષ્ટ સત્ત્વવાળા, સંગ્રામશૂર, નિરંતર જયના મેળવનારા, પ્રચંડ આજ્ઞાવાળા, આળસવિનાના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy