SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ ઘરનો પ્રસ્તાર पत्तनग्रामनगर-प्रासादापणवेश्मनां । निवेशने यथौचित्यं दिकस्थानादिविचक्षणः ॥३८४॥ गृहाणां बहवो भेदा वास्तुशास्त्रोदिताश्च ये । तत्र सर्वत्र दक्षोऽसौ शिल्पवित् प्रतिभापटुः ॥३८५।। तथाहि - ध्रुवं १ धन्यं २ जयं ३ नंदं ४ खरं ५ कांतं ६ मनोहरं ७ । सुमुखं ८ दुर्मुखं ९ क्रूरं १० विपक्षं ११ धनदं १२ क्षयं १३ ॥३८६॥ आक्रंदं १४ विपुलं १५ चैव विजयं १६ चेति षोडश । संप्रत्यमीषां पस्त्यानां प्रस्तार : प्रतिपाद्यते ॥३८७॥ लघुर्भवेत्सरलया वक्रया रेखया गुरुः । प्रस्ताररचनाथैभिः कर्तव्या वृत्तजातिवत् ॥३८८॥ तत्रायमाम्नायः गुरोरधो लघु न्यस्येत् पृष्ठे त्वस्य पुनर्गुरून् । अग्रतस्तूर्ध्ववद्दद्या-द्यावत्सर्वलघुर्भवेत् ।।३८९।। તે વાર્ધકીરત્ન પાટણ, ગામ, નગર, પ્રાસાદ, દુકાન અને ઘર વિગેરે બનાવવામાં તેની યથાયોગ્ય દિશા, સ્થાન વિગેરે જાણવામાં વિચક્ષણ હોય છે. ૩૮૪. તથા કારીગરીને જાણનાર અને કુશળબુદ્ધિવાળા તે વાર્ધકી વાસ્તુશાસ્ત્રમાં ઘરોના જે અનેક પ્રકારો કહ્યા છે, તે સર્વ પ્રકારો જાણવામાં નિપુણ હોય છે. ૩૮૫. ઘરના સોળ પ્રકાર આ પ્રમાણે કહેલા છે.– ધ્રુવ ૧, ધન્ય ૨, જય ૩, નંદ ૪, ખર ૫, કાંત ૬, મનોહર ૭, સુમુખ ૮, દુર્મુખ ૯, કૂર, ૧૦, વિપક્ષ ૧૧,ધનદ ૧૨, ક્ષય ૧૩, આક્રંદ ૧૪, વિપુલ ૧૫ અને વિજય ૧૬. હવે આ સોળ પ્રકારના ઘરોનો પ્રસ્તાર કહે છે. ૩૮ ૬-૩૮૭. સીધી ઉભી લીંટી (1) કરવી તે લઘુ કહેવાય છે અને વાંકી (ડ) જેવી રેખા કરવાથી તે (ડ) ગુરુ કહેવાય છે. આ લઘુ અને ગુરુવડે વૃત્તજાતિ (શ્લોકની જાતિ)ની જેમ ઘરસંબંધી પ્રસ્તારની રચના કરવી. ૩૮૮. તેમાં અહીં આ પ્રમાણે આમ્નાય (પરંપરા) છે. પહેલા ગુરુની નીચે લઘુને સ્થાપન કરવો (મૂકવો), તેની પાછળ (પહેલાં) ગુરુને મૂકવા અને તેની આગળ (પછી) ઉપલી પંક્તિમાં જે રીતે ગુરુ–લઘુ હોય તે જ પ્રમાણે મૂકવા. આ પ્રમાણે છેવટ સર્વે (ચાર) લઘુ આવે ત્યાં સુધી કરવું. ૩૮૯. ૧. કોઈ ઠેકાણે ‘સુપલ’ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy