________________
४७४
કાલલોક-સર્ગ ૩૧
एतस्यैवानुभावेन सैन्यं भरतचक्रिणः ।
चर्मच्छत्रसमुद्गस्थं सप्ताहान्याप भोजनं ॥३७९॥ तथोक्तं ऋषभचरित्रे -
चर्मरत्ने च सुक्षेत्र इवोप्तानि दिवामुखे । सायं धान्यान्यजायंत गृहिरत्नप्रभावतः ॥३८०॥
રૂતિ ગૃહપતિરત્ન ! अथ स्याद्वार्द्धकीरत्नं दक्षधीस्तक्षकाग्रणीः । स्कंधावारपुरग्राम-निवेशेऽधिकृतः शुचिः ।।३८१॥ स चाधीति व्याकरणे वास्तुशास्त्रार्थतत्त्ववित् ।
शब्दव्युत्पत्तिशून्यो हि शास्त्रं किमपि नार्हति ॥३८२॥ तथाह सिद्धांतशिरोमणौ भास्कराचार्य:
यो वेद वेदवदनं सदनं हि सम्यग् ब्रायाः स वेदमपि वेद किमन्यशास्त्रं । यस्मादतः प्रथममेतदधीत्य धीमान् । शास्त्रांतरस्य भवति श्रवणेऽधिकारी ॥३८३॥
એના પ્રભાવથી જ ભરતચક્રીનું સૈન્ય ચર્મ અને છત્રના સંપુટમાં રહ્યું હતું, ત્યારે સાત દિવસ સુધી ભોજન મેળવી શક્યું હતું. ૩૭૯
શ્રીઋષભચરિત્રમાં કહ્યું છે કે–‘ગૃહપતિરત્નના પ્રભાવથી સારા ક્ષેત્રની જેમ ચર્મરત્નપર સવારે વાવેલું ધાન્ય સાંજે ઉગી શકે છે.' ૩૮૦. ઈતિગૃહપતિરત્ન.
૩ વાર્ધકીરત્ન-કુશળ બુદ્ધિવાળો, સુથારોમાં અગ્રેસર, લશ્કરની છાવણી, નગર, ગામ વિગેરે નવા સ્થાપન કરવામાં અધિકારવાળો અને પવિત્ર હોય છે. ૩૮૧.
તે વ્યાકરણશાસ્ત્ર ભણેલો હોવાથી વાસ્તુશાસ્ત્રમાં અને અને તત્ત્વને જાણનાર હોય છે; કારણ કે જો કોઈ પણ મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિના જ્ઞાનરહિત હોય, તો તે કોઈ પણ શાસ્ત્ર જાણવામાં લાયક હોતો નથી. ૩૮૨.
તે વિષે સિદ્ધાંતશિરોમણિ નામના ગ્રંથમાં ભાસ્કરાચાર્યે કહ્યું છે કે–‘સરસ્વતીના ઘરરૂપ વ્યાકરણને જે મનુષ્ય સારી રીતે જાણે છે, તે વેદને પણ જાણે છે; તો પછી અન્ય શાસ્ત્રને જાણે તેમાં શું કહેવું? તેથી બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ વ્યાકરણશાસ્ત્ર ભણીને જ બીજાં શાસ્ત્રો શ્રવણ કરવાનો અધિકારી થાય છે.” ૩૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org