________________
૪ ૭૧
કાકિણીરત્નનું વર્ણન
अनुयोगद्वारसूत्रे तु यदस्य काकिणीरत्नस्यैकैका कोटिरुत्सेधांगुलप्रमितोक्ता तन्मतांतरं, तत्सूत्रं प्राग् लिखितमिति ज्ञेयं ।
जंगमादिबहुविध-विषापहरणक्षमं । ताहाजातीयगांगेय-निष्पन्नत्वाद्भवेदिदं ॥३६॥ तदानीं सर्वमानानां तत्प्रामाण्यप्रवर्तकं ।। अनेनैवांकितानि स्यु-स्तानि प्रत्यायकानि यत् ॥३६२॥ यथाधुनाप्याप्तक्लृप्त-निर्णयांकं प्रतीतिकृत् । कुडवादि भवेन्मानं व्यवहारप्रवर्तकं ॥३६३।। खटीखंडादिवच्चैत-द्भित्त्यादौ मंडलादिकृत् ।
स्थिरोद्योतं करोत्येत-मंडलैर्गुहयोस्तयोः ॥३६४॥ इति काकिणीरत्नं । इति सप्तैकेंद्रियरत्नानि ।
अथ सेनापतिरत्नं भवेत्प्रौढपराक्रमः । हस्त्यादिचक्रिसैन्यानां स्वातंत्र्येण प्रवर्तकः ॥३६५।।
અનુયોગદ્વારસૂત્રમાં જે આ કાકિણીરત્નની એકેક કોટી ઉત્સધાંગુલ પ્રમાણ કહી છે, તે મતાંતર સમજવો. તેનો સૂત્ર–પાઠ ઉપર લખી ગયા છીએ.
તે તેવા પ્રકારના સુવર્ણમાંથી બનેલું હોવાથી, એ કાકિણીરત્ન જંગમ સ્થાવર અનેક પ્રકારના વિષને શમાવવાને સમર્થ હોય છે. ૩૬૧.
તે વખતે સર્વ પ્રકારના માનના પ્રામાણ્યનું પ્રવર્તક એ હોય છે કેમકે એનાવડે જ અંકિત કરેલા તે માનો પ્રમાણભૂત ગણાય છે. ૩૬૨.
જેમ અત્યારે પણ આપ્ત પુરુષનો કરેલો નિર્ણયાંક પ્રતીતિવાળો ગણાય છે. અને તેના ઉપરથી જ કુડવાદિ (એક પ્રકારનું પ્રમાણ) બધા માન વ્યવહાર પ્રવર્તેલ હોય છે. ૩૬૩.
ખડીના કકડાની જેમ એનાવડે ભીંત વિગેરેની ઉપર મંડળો આલેખી શકાય છે, અને તેના મંડળો વડે જ બંને ગુફાઓ સ્થિર ઉદ્યોતવાળી કરવામાં આવે છે. ૩૬૪. ઈતિ કાકિણીરત્ન.
ઈતિ એકેન્દ્રિય સાત રત્નોનું સ્વરૂપ. હવે પંચેન્દ્રિય સાત રત્નોનું સ્વરૂપ કહેવાય છે –
૧. સેનાપતિરત્ન- પ્રૌઢ પરાક્રમી હોય છે, ચક્રવર્તીના હસ્તી વિગેરે આખી સેનાનો સ્વતંત્રપણે પ્રવર્તાવનાર હોય છે. ૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org