SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ કાલલોક-સર્ગ ૩૧ समग्रभरतव्याप्त-यशोराशिर्महाबलः । स्वभावत: सदोदात्त-स्तेजस्वी सात्त्विकः शुचिः ॥३६६।। यवनादिलिपौ दक्षो म्लेच्छभाषाविशारदः । ततो म्लेच्छप्रभृतिषु सामदानाद्युपायकृत् ॥३६७॥ विचारपूर्वकाभाषी यथावसरवाक्यवित् ।। गंभीरमधुरालापो नीतिशास्त्रार्थकोविदः ॥३६८॥ जागरूको दीर्घदर्शी सर्वशस्त्रकृतश्रमः । ज्ञातयुद्धविधिश्चक्र-व्यूहाचूहविशेषवित् ।।३६९।। रिपुमित्रगणस्यापि दंभादंभादिभाववित् ।। प्रत्युत्पन्नमति/रो-ऽमूढः कार्यशतेष्वपि ॥३७०॥ स्वामिभक्तः प्रजाश्रेष्ठः प्रसन्ननयनाननः । दुर्दर्शनो द्विषां वीर-रसावेशे भयंकरः ॥३७१।। लंचादिलोभानाकृष्टः स्वामिकार्यैकसाधकः । सल्लक्षणः कृतज्ञश्च दयालुर्विनयी नयी ॥३७२॥ સમગ્ર ભરતક્ષેત્રમાં તેનો યશોરાશિ વિસ્તરેલ હોય છે, મહા બળવાન, સ્વભાવથી જ સદા ઉદાત્ત, તેજવી, સાત્ત્વિક અને પવિત્ર હોય છે. ૩૬૬. યવનાદિ લિપિ વાંચવા-લખવામાં દક્ષ હોય છે, મ્લેચ્છ ભાષામાં વિશારદ હોવાથી મ્લેચ્છ વિગેરે રાજાઓને વશ કરવામાં સામુદામાદિ ઉપાયનો કરનાર હોય છે. ૩૬૭. વિચારપૂર્વક બોલનાર, યોગ્ય અવસરે કેમ બોલવું તેને સમજનાર, ગંભીર, મધુરાલાપી અને નીતિશાસ્ત્રમાં પ્રવીણ હોય છે. ૩૬૮. જાગરૂક (નિરંતર જાગૃત રહેનાર), દીર્ઘદર્શી, સર્વશસ્ત્રો ચલાવવામાં પ્રવીણ, યુદ્ધવિધિનો અને ચક્રવ્યુહાદિ ધૂહોનો જાણનાર હોય છે. ૩૬૯. શત્રુ અને મિત્ર સમૂહનાં દંભ અને સરળતાદિ ભાવને જાણનાર હોય છે. તત્કાલ ઉપાયની સૂઝવાળો; ધીર અને સેંકડો કાર્યમાં પણ ન મૂંઝાય એવો હોય છે. ૩૭૦. સ્વામીભક્ત, પ્રજાપ્રિય, નેત્ર ને મુખની પ્રસન્નતાવાળો, શત્રુઓથી દુઃખે જોઈ શકાય તેવો અને વીરરસના આવેશ વખતે ભયંકર હોય છે. ૩૭૧. લાંચ વિગેરેના લોભથી ન ખેંચાય તેવો, સ્વામીના કાર્યનો અદ્વિતીય સાધક, સારા લક્ષણવાળો, કૃતજ્ઞ, દયાળુ, વિનયી અને ન્યાયી હોય છે. ૩૭૨. ૧ ચક્રીના મંત્રીની ગરજ તે સારે છે. ચક્રીને જુદો મંત્રી હોતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy