SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ કાલલોક-સર્ગ ૩૧ स्वीकृत्य प्राभृतं तेषां सोऽथ सत्कृत्य तानपि । विसृज्य मुदितस्तेषां कुरुतेऽष्टाहिकोत्सवं ॥२२६।। वैताढ्यात्तत ऐशान्यां गंगादेवीगृहं प्रति । प्रतिष्ठते चक्ररत्नं गंगाखंडजयोत्सुकं ॥२२७॥ अत्र जंबूद्वीपप्रज्ञप्तिवृत्तिः-यच्चक्री ऋषभकूटतः प्रत्यावृत्तो न गंगां साधयामास तद्वैताढ्यवर्त्ति-विद्याधराणामनात्मसात्करणेन परिपूर्णोत्तरखंडस्यासाधितत्वात्कथं गंगानिष्कुटसाधनायोपक्रमत इत्यवसेयं । निवेश्य कटकं गंगा-देव्याश्च भवनांतिके । सिंधुवत्साधयत्येष तां नतां निहितोपदां ॥२२८॥ यच्चात्र भरतचक्रिणो गंगादेवीभोगेन वर्षसहस्रातिवाहनं श्रूयते, तज्जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे चूर्णी चानुक्तमपि श्रीऋषभचरित्रे प्रोक्तमस्तीति ज्ञेयं । तस्या अप्युत्सवे पूर्णे चक्ररत्नं ततः पुनः । गंगापश्चिमकूलेन दक्षिणस्यां प्रतिष्ठते ॥२२९॥ પછી ચક્રી, તે વિદ્યાધરોનું ભેટયું સ્વીકારીને, તેમનો સત્કાર કરીને, તેને વિસર્જન કરે છે, અને ખુશ થઈને તે નિમિત્તે અષ્ટાલિકોત્સવ કરે. ૨૨. મહોત્સવ પૂર્ણ થયા બાદ ગંગાખંડને જીતવા માટે ઉત્સુક એવું ચક્રરત્ન વૈતાઢ્યથી ઈશાન ખૂણામાં ગંગાદેવીના ગૃહ તરફ ચાલે. ૨૨૭. અહીં જંબૂઢીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે – “ઋષભકૂટથી પાછા વાળેલા ચક્રી, ગંગાને સાધતા નથી કારણ વૈતાઢ્યવર્તી વિદ્યાધરોને વશ નહીં કરેલા હોવાથી, પરિપૂર્ણ ઉત્તરખંડને સાધ્યા વિના ગંગાનિષ્કટને સાધવાનો પ્રયાસ કેમ કરે ?” પછી ચકી, ગંગાદેવીના ભવન પાસે લશ્કરનો પડાવ કરીને, સિંધુદેવીની જેમ ગંગાદેવીને સાથે, તે નમસ્કાર કરીને ભેટશું ધરે. ૨૨૮. અહીં તે ભરતચક્રીએ ગંગાદેવી સાથેના ઉપભોગમાં હજાર વર્ષ વ્યતીત કર્યાનું સાંભળીએ છીએ, તે જંબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કે તેની ચૂર્ણિમાં કહેલ નથી. માત્ર ઋષભચરિત્રમાં કહેલ છે–એમ સમજવું. ચકી ત્યાં ગંગાદેવી સંબંધી અણહિકોત્સવ કરે અને તે પૂર્ણ થયા બાદ ચક્રરત્ન, ગંગાના પશ્ચિમ કિનારાને માર્ગે દક્ષિણ તરફ ચાલે. ૨૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy