________________
४४८
ચક્રી વિદ્યાધરને વશ કરે છે.
अथ विद्याधरास्तेऽपि जानंति चक्रवर्त्यसौ । स्मरत्यस्मान् वयं चास्य सेवकाः शाश्वतस्थितेः ॥२२०॥ यदमी अवधिज्ञाना-द्यभावेऽपि विदंति वै । चक्रिणश्चिंतितं तच्चा-चिंत्यदिव्यानुभावतः ॥२२॥ सौधर्मेशानगा देव्यो यथोर्ध्वस्वर्गवासिनां । कामुकानामभिप्रायं जानंति दिव्यशक्तितः ॥२२२॥ तेऽथ प्राभृतमादाय स्त्रीरत्नादिकमद्भुतं ।। नमंति चक्रिणं स्वामिन् वयं स्मः सेवका इति ॥२२३॥ युयुत्सवः कदाचित्ते चेद्भवंति धृतायुधाः । साधितानेकविद्यास्त्रा भटंमन्या महाभुजाः ॥२२४॥ तदा रणरसं तेषामापूर्य विविधाहवैः ।
वशीकरोति तांश्चक्री निषादी कुंजरानिव ॥२२५॥ अत एव जंबूद्वीपप्रज्ञप्तिचूर्णी भरतचयधिकारे 'अण्णे भणंती' त्युक्त्वा द्वादशवर्षावधि नमिविनमिभ्यां सह युद्धमुक्तमिति ज्ञेयं ।
હવે વિદ્યાધરો પણ જાણે કે–“આ ચક્રવર્તી આવેલ છે, તે અમને સંભારે છે. અમે એમના સેવક છીએ એવી શાશ્વત સ્થિતિ છે.”
આ વિદ્યાધરો અવધિજ્ઞાનનો અભાવ હોવા છતાં પણ આ પ્રમાણે ચક્રવર્તીનું ચિંતિત જાણે છે, તે દેવીપ્રભાવ જાણવો. ૨૨૧.
જેમ સૌધર્મ અને ઈશાન દેવલોકમાં રહેલી દેવીઓ, તેની ઉપરના દેવલોકમાં રહેલા દેવોની કામુક અવસ્થાના અભિપ્રાયને દિવ્ય શક્તિવડે જાણે છે, તેમ અહીં સમજવું. ૨૨૨.
પછી તે વિદ્યાધરો સ્ત્રીરત્ન આદિ અભુત ભેટણું લઈને ચક્રવર્તી પાસે આવે અને તેને નમસ્કાર કરે. પછી કહે કે- “હે સ્વામિન્ ! અમે તમારા સેવકો છીએ.” ૨૨૩.
કદાચ અનેક વિદ્યા અને અસ્ત્રની સાધનાને કારણે પોતાને મહાબળવાન માનીને તેઓ યુદ્ધ કરવાની ઈચ્છાથી શસ્ત્રને ધારણ કરી યુદ્ધ કરવા આવે છે, ત્યારે તેમના યુદ્ધરસને વિવિધ પ્રકારના સંગ્રામવડે પૂર્ણ કરીને, મહાવત જેમ હાથીને વશ કરે તેમ તે ચકી, વિદ્યાધરોને વશ કરે છે. ૨૨૪-૨૨૫.
આ જ કારણથી શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ચૂર્ણિમાં ભરતચક્રના અધિકારમાં “અન્ય કહે છે' એમ કહીને બાર વર્ષ સુધી નમિ-વિનમિ સાથે યુદ્ધ થયાનું કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org