________________
४४८
કાલલોક-સર્ગ ૩૧
अहमंसि पढमराया अहं य भरहाहिवो णरवरिंदो । णत्यि महं पडिसत्तू जिअं मए भारहं वासं ॥२१४॥ रीत्यानया यथाक्षेत्रं यथाकालं यथाह्वयं । नामलेखनमाभाव्यं सर्वेषामपि चक्रिणां ॥२१५॥ ततो निवृत्य कटक-मुपेत्य कृतपारणः ।। हिमवद् गिरिदेवस्य विधत्तेऽष्टाहिकोत्सवं ॥२१६॥ महोत्सवे समाप्तेऽस्मिन् व्याघुट्येतः प्रवर्त्तते । वैताढ्याभिमुखं चक्रं याम्यदिग्गामिनाध्वना ॥२१७।। वैताढ्यस्योदग्नितंब निवेशितचमूस्ततः । जेतुं विद्याधराधीशान् पूर्ववत्कुरुतेऽष्टमं ॥२१८॥ एतेऽनुकंपप्यमनुज-मात्रत्वात्तत्र नोचितं ।।
शरमोक्षणमित्येष नैनमाद्रियते विधिं ॥२१९॥ इति श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रे, यत्तु श्रीहैमऋषभचरित्रे भरतस्यात्र शरमोक्षणमुक्तं तन्मतांतरमवसेयं ।
હું પ્રથમ રાજા છું. હું આખા ભરતનો સ્વામી નરેંદ્ર છું. મારો કોઈ પ્રતિશત્રુ નથી. મેં આખા ભરતક્ષેત્રને જીતેલું છે.” ૨૧૪.
આ રીતે જે ક્ષેત્રમાં જે કાળે જે નામના ચક્રી થાય, તે પોતપોતાના ક્ષેત્ર સંબંધી ઋષભકૂટ ઉપર પોતાનું નામ લખે. આ પ્રમાણે સર્વ ચક્રી માટે સમજવું. ૨૧૫.
હવે ચક્રી ત્યાંથી પાછા વળીને સૈન્યમાં આવી પારણું કરે અને હિમવગિરિના દેવસંબંધી અષ્ટાલિકા મહોત્સવ કરે. ૨૧૬.
મહોત્સવ સમાપ્ત થયે ચક્રરત્ન ત્યાંથી પાછું વળે અને દક્ષિણ દિશાને રસ્તે વૈતાઢ્ય સન્મુખ ચાલે. ૨૧૭.
ચક્રી પણ તેની પાછળ ચાલીને વૈતાઢ્ય પર્વતની ઉત્તર તરફની તળેટી પાસે લશ્કરનો પડાવ કરે, અને વિદ્યાધરોના સ્વામીને જીતવા માટે પૂર્વની જેમ અઠમ કરે. ૨૧૮.
વૈતાઢ્ય પર રહેલા વિદ્યાધરી અનુકંપા (કૃપા) કરવા લાયક મનુષ્ય જ હોવાથી બાણ મૂકવા વિગેરે ક્રિયા કરવાનું ત્યાં ઉચિત નથી તેથી તે ક્રિયા ન કરે. ૨૧૯.
આ પ્રમાણે શ્રીજંબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહેલું છે. શ્રી હેમચંદ્રાચાર્યકૃત શ્રી ઋષભચરિત્રમાં ભરતચક્રીએ બાણ મૂક્યાનું કહ્યું છે, તે મતાંતર જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org