________________
४४७
-
૪૪૭
હિમવંત પર્વત ઉપર નામનું આલેખન
तं दृष्ट्वा सोऽपि रुष्टः प्राक् पश्यन्नामाथ चक्रिणः । प्रीत्या प्राभृतमादाय राजेंद्रमुपतिष्ठते ॥२०७॥ वक्त्येवं सकलं क्षेत्रं त्वयेदं तरसा जितं । त्वत्सेवकोऽस्म्यहं देवो-दीच्यपर्यंतरक्षकः ॥२०८॥ सर्वोषधीस्तथा कल्प-द्रुमपुष्पसजोऽद्भुताः । हिमवगिरिकुंजोत्थं चंदनं तद्धृदांबु च ॥२०९।। उपादायोपदां तस्ये-त्यादिकां भूपभूपतिः । तं सत्कृत्य विसृज्याथ व्यावर्त्तयति वाजिनः ॥२१०॥ अशेषदिक्तटव्याप्त-जयतूर्यव्रजध्वनिः । उपत्यृषभकूटाद्रिं चक्री शक्र इवर्द्धिमान् ॥२१॥ त्रिः स्पृष्ट्वा तं रथाग्रेण पौरस्त्ये कटकेऽस्य च ।
रत्नेन काकिणीनाम्ना निजं नाम लिखत्ययं ॥२१२॥ तच्चैवं - ओसप्पिणी इमीसे तइयाएँ समाएँ पच्छिमे भाए ।
अहमंसि चक्कवट्टी भरहो इअ नामधिज्जेणं ॥२१३।। તેને જોઈને પ્રથમ તો તે પણ રાષ્ટમાન થાય, પણ પછી બાણ ઉપર ચક્રીનું નામ વાંચીને શાંત થઈ પ્રીતિપૂર્વક ભેટયું લઈને ચક્રી પાસે આવે. ૨૦૭.
નમસ્કાર કરીને કહે કે–“આ સર્વ ક્ષેત્ર તમે પરાક્રમવડે જીતી લીધેલું છે તેથી હે દેવ ! હું તમારો સેવક છું અને ભરતક્ષેત્રના ઉત્તર છેડાનો રક્ષક છું.” ૨૦૮
પછી સર્વૌષધિ, કલ્પવૃક્ષના પુષ્પોની અદ્ભુતમાળા, હિમવંતપર્વતના કુંજમાં ઉગેલું ચંદન અને તેના પરના (પલ્મ) દ્રહનું પાણી વિગેરે ભેટ તરીકે ધરે. ૨૦૯.
તે સર્વ ભેટને ગ્રહણ કરીને ચક્રી તેનો સત્કાર કરી વિસર્જન કરે, અને તે ઘોડાઓને પાછા વાળે. ૨૧૦.
પછી સમસ્ત દિશામાં વ્યાપી રહેલા જયવાજિંત્રોના ધ્વનિપૂર્વક ઈદ્રસમાન ઋદ્ધિવાળા ચક્રી ત્યાંથી ઋષભકૂટ પાસે આવે. ૨૧૧.
તે ઋષભકૂટને રથના અગ્રભાગ વડે ત્રણ વાર સ્પર્શ કરીને પૂર્વ બાજુના તેના કટક ઉપર કાકિણીરત્ન વડે ચક્રી પોતાનું નામ લખે. ૨૧૨.
તેમાં આ પ્રમાણે લખે-“આ અવસર્પિણીમાં ત્રીજા આરાને પાછલે ભાગે હું ભરત એવા નામનો ચક્રવર્તી થયો છું. ૨૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org