________________
४४६
કાલલોક-સર્ગ ૩૧ प्रथमं च प्रयातीद-मैशानीगामिनाध्वना । यियासोहिमवन्मध्य-मृजुरध्वायमेव यत् ॥२०॥ अंतर्गतान् वशीकुर्वन् देशग्रामपुराधिपान् । प्रयाणैर्योजनांतैः स प्राप्नोत्युपहिमाचलं ॥२०॥ निवेश्य कटकं तत्र पूर्ववद्विहिताष्टमः । प्रातस्तुर्येऽह्नि सन्नह्या-रूढः सांग्रामिकं रथं ॥२०२॥ अनुयातो नृपैः सर्वे-र्वज्रभृत्रिदशैरिव । प्रेरयंस्तुरगान् रथ्यान् रंहसा वायुजित्वरान् ॥२०३।। हिमवद्भूभृतो भित्तिं रथाग्रेणातिरंहसा । त्रिस्ताडयित्वा तुरगा-निगृह्णाति स कोविदः ॥२०४॥ प्राग्वन्नामांकितं बाणं धनुष्यारोप्य निर्भरं । मुंचत्याकर्णमाकृष्यो-नतद्यष्टिविहायसि ॥२०५॥ उत्पत्य योजनानि द्वा-सप्ततिं स शरः स्फुरन् ।
हिमवगिरिदेवस्य पुरः पतति दूतवत् ॥२०६।। પ્રથમ તે ઈશાન દિશા તરફ ગમન કરે, કેમકે હિમવાનના મધ્યભાગ તરફ જવાની ઈચ્છાવાળાને આ જ સરલ માર્ગ છે. ૨૦૦.
દરરોજ એક યોજન પ્રમાણ પ્રયાણ કરતાં અને માર્ગમાં આવતા દેશ, ગ્રામ અને નગરના સ્વામીઓને જીતીને વશ કરતાં અનુક્રમે હિમાચળ પર્વત પાસે આવે. ૨૦૧.
ત્યાં સૈન્યની છાવણી નાખીને પ્રથમની જેમ અર્હમ કરે. ચોથે દિવસે પ્રાત:કાળે તૈયાર થઈને સંગ્રામસંબંધી રથ ઉપર ચકી આરૂઢ થાય. ૨૦૨.
પછી દેવોથી પરિવરેલા ઈન્દ્રની જેમ, અનેક રાજાઓથી પરિવરેલા ચક્રી વેગવડે વાયુને પણ જીતે એવા રથના અશ્વોને પ્રેરણા કરીને ચલાવે. ૨૦૩.
એ રીતે ચલાવીને તે કુશળ ચકી રથના અગ્રભાગવડે હિમવંતપર્વતની તળેટીને અતિ જોરથી ત્રણ વખત તાડન કરે. પછી ઘોડાઓને સ્થિર ઊભા રાખે. ૨૦૪.
અને પ્રથમની જેમ પોતાનું નામાંકિત બાણ ધનુષ્યપર આરોપણ કરી, ધનુષ્યને કર્ણ સુધી અત્યંત ખેંચી, ઊંચી દૃષ્ટિ કરીને આકાશમાં છોડે. ૨૦૫.
તે સ્કુરાયમાન બાણ બોતેર યોજન ઊંચે હિમગિરિના સ્વામીદેવની પાસે (તેની સભામાં) દૂતની જેમ જઈને પડે. ૨૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org