________________
૪૪૫
સિંધુ નિષ્ફટની સાધના
ढौकयित्वा प्राभृतानि नत्वा विज्ञपयंत्यदः । प्रभो दृष्टोऽनुभावस्ते वयं स्मः सेवकास्तव ॥१९३।। अज्ञानात्प्रातिकूल्यं च यदस्मामिः कृतं त्वया । कृपामाधाय सह्यं त-च्छरणागतवत्सल ! ॥१९४॥ चक्रवर्त्यपि सत्कृत्य स्निग्धगी: सांत्वयत्यमून् । सुखं वसंतु निर्भीका मदाज्ञावशवर्तिनः ॥१९५॥ सेनापतिमथाहूय चक्रभृद्विनयानतं । आदिशत्युत्तरार्द्धस्थ-सिंधुनिष्कुटसाधनं ॥१९६।। अस्य प्राच्यां नदी सिंधुरुदीच्यां हिमवान् गिरिः । दक्षिणस्यां च वैताढ्यः प्रतीच्यां लवणांबुधिः ॥१९७।। अथ निर्जित्य तान् म्लेच्छा-नादाय प्राभृतानि च । सार्वभौमं नमत्याशु पूर्ववत्पृतनापतिः ॥१९८।। अथान्यदा चक्ररत्नं ततश्चरति सोत्सवं ।
कनिष्ठहिमवच्छैला-भिमुखं चक्रिणान्वितं ॥१९९।। તેઓ ચક્રીને પ્રણામ કરી ભેટવું ઘરીને વિજ્ઞપ્તિ કરે કે હે પ્રભો ! અમે તમારો પ્રભાવ જોયો. આજથી અમે તમારા સેવકો છીએ. ૧૯૩.
અજ્ઞાનવડે અમે જે આપની સાથે પ્રતિકૂળ આચરણ કર્યું, તેને હે શરણાગત વત્સલ ! તમે કૃપા કરીને ક્ષમજો.” ૧૯૪.
પછી ચક્રી તેમનો સત્કાર કરીને મીઠી વાણીવડે તેઓને શાંત કરે અને કહે કે “મારી આજ્ઞાપૂર્વક તમે અહીં આનંદથી નિર્ભય થઈને રહો.” ૧૫.
પછી ચક્રવર્તી સેનાપતિને બોલાવે અને વિનયવડે નમ્ર એવા તેને આજ્ઞા કરે કે–‘તમે ઉત્તરાર્ધમાં રહેલા સિંધુના નિષ્કટને સાધી આવો.” ૧૯૬.
એ ખંડની પૂર્વમાં સિંધુ નદી, ઉત્તરમાં હિમવાન પર્વત અને દક્ષિણમાં વૈતાઢય તથા પશ્ચિમમાં લવણસમુદ્ર આવેલ છે. ૧૯૭.
ચક્રવર્તીની આજ્ઞાપૂર્વક તે સેનાની ત્યાં જઈ, ત્યાં રહેલા પ્લેચ્છોને જીતી, તેઓના ભેટયા લઈ, ચક્રવર્તી પાસે આવીને પ્રથમની જેમ નમસ્કાર કરે. ૧૯૮.
એક દિવસ ચક્રરત્ન ત્યાંથી ઉત્સવસહિત લઘુ હિમવાન પર્વત તરફ ચાલે. ચકી પણ તેની પાછળ સર્વ સૈન્યસહિત ચાલે. ૧૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org