________________
४४४
કાલલોક-સર્ગ ૩૧
विषण्णा इति ते स्वेष्ट-देवाननुस्मरंति चेत् । तदा ते बोधयंत्येवं खिद्यध्वे किं जडा मुधा ॥१८६॥ एष षट्खंडभूपालैः सेव्यते युद्धनिर्जितैः ।। युष्माकमत्र का लज्जा न दुःखं पंचभिः सह ॥१८७॥ पराजयोऽपि शोभायै महता विद्विषा युधि ।। भवेज्जयोऽपि लज्जायै हीनानां युधि भूभृतां ॥१८८॥ या विधिप्रापितौन्नत्यैः स्पर्धा स्वस्यैव साऽहिता । निताः स्युर्गजा एव खनंतः स्पर्द्धया गिरीन् ॥१८९॥ अथैषामुपरोधेन तद्गृह्या नाकिनोऽपि चेत् । कुर्वंत्युपद्रवं चक्रि-सैन्येऽकालांबुदादिकं ॥१९०॥ तदा विज्ञाय तान् शीघ्रं चक्रभृत्सेवकाः सुराः । मृगानिव त्रासयंति तत्कृतोपद्रवैः सह ॥१९॥ अनन्यगतयस्तेऽथ मध्ये कृत्वाप्तपूरुषान् ।
नताश्चमपतिं तेन नीयते चक्रिणोंतिके ॥१९२॥ આ પ્રમાણે ખેદ પામેલા એવા તેઓ, જો પોતાના ઈષ્ટ દેવને સંભારે, તો તે ત્યાં આવીને તેમને સમજાવે કે “હે મૂર્તો ! કેમ ફોગટ ખેદ પામો છો ? ૧૮૬.
યુદ્ધમાં જીતાયેલા છ ખંડના રાજાઓ આ ચક્રીને સેવે છે. તો તમને શું લાજ આવે છે? કારણ કે પાંચની સાથે દુઃખ હોતું નથી. ૧૮૭.
યુદ્ધમાં મોટા પરાક્રમી શત્રુથી પોતાનો પરાજય થાય તો તે શોભાને માટે જ છે અને હીન રાજાઓનો જય થાય તો તે લજાને માટે છે. ૧૮૮.
જે ભાગ્યયોગે ઉન્નત અવસ્થા પામેલ હોય, તેની સાથેની સ્પર્ધા તે પોતાને જ અહિતકારક છે. જેમકે પર્વતની સાથે સ્પર્ધા કરી તેના પર દાંતવડે પ્રહાર કરનાર હાથી દાંત વિનાના થાય છે.” ૧૮૯.
આ પ્રમાણે કહ્યા પછી પણ મલેચ્છોના આગ્રહથી તેના આરાધેલા દેવો ચક્રીના સૈન્યને અકાળે વર્ષા વિગેરે કરીને ઉપદ્રવ કરે. ૧૯૦.
તો તે હકીકતને જાણીને ચક્રવર્તીના સેવક સમાન દેવો તેના ઉપદ્રવો સહિત હરણીઆઓની જેમ તેઓને ત્રાસ પમાડીને ભગાડી મૂકે. ૧૯૧.
પછી બીજું કોઈ પણ શરણભૂત નથી–એમ જાણીને તે સ્વેચ્છરાજાઓ, પોતાના આપ્તજનને આગળ કરીને સેનાની પાસે જઈ, તેને નમે. એટલે તે તેઓને ચક્રવર્તી પાસે લઈ જાય. ૧૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org