SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ગંગાનિષ્ફટની સાધના ૪૫૧ क्रमात्खंडप्रपाताया गुहाया द्वारसन्निधौ । उपेत्य चक्रभृत्तत्र स्कंधावारं निवेशयेत् ॥२३०॥ कृताष्टमतपाश्चित्ते नक्तमालं गुहाधिपं । चिंतयेत्सोऽप्युपैत्येनं सोपदः कृतमालवत् ॥२३॥ ततस्तस्योत्सवे पूर्णे जिगीषुश्चक्रवर्त्यथ । समादिशति सेनान्ये गंगानिष्कुटसाधनं ॥२३२॥ गंगा प्रत्यग् वहत्यस्य प्राच्यां लवणतोयधिः । वैताढ्यहिमवंतौ च दक्षिणोत्तरयोर्दिशोः ॥२३३॥ चतुर्भिः कृतसीमापि गंगया मध्यखंडतः । पृथक्कृतं विभज्येति गंगानिष्कुटमुच्यते ॥२३४॥ सोऽपि गंगामथोत्तीर्य चर्मरत्नेन सिंधुवत् । म्लेच्छानिर्जित्य तत्राज्ञां प्रवर्त्तयति चक्रिणः ॥२३५॥ चरितार्थो गृहीत्वा त-त्प्राभृतान्यर्यमद्युतिः । नत्वा चक्रिक्रमौ वक्ति तज्जयं निहितोपदः ॥२३६॥ અનુક્રમે તે ખંડપ્રપાતાગુફાની નજીકમાં આવીને ઊભું રહે. તેની પાછળ ચાલતા ચક્રી પણ ત્યાં આવીને પડાવ કરે. ૨૩૦. પછી અઠ્ઠમતપ કરીને, ચિત્તમાં તે ગુફાના અધિપતિ નક્તમાલદેવનું ધ્યાન કરે તે પણ આસનકંપથી તરત જ ચક્રી પાસે આવે અને ભેટતણું ધરી કૃતમાલદેવની જેમ તેની આજ્ઞા સ્વીકારે. ૨૩૧. તેના સંબંધનો અષ્ટાદ્ધિકોત્સવ પૂર્ણ થયા બાદ જીતવાને ઈચ્છતા ચકી, સેનાનીને ગંગાના ઉત્તરનિષ્ફટને સાધવા માટે આજ્ઞા કરે. ૨૩૨. એ વિભાગની પશ્ચિમમાં ગંગા વહે છે, પૂર્વમાં લવણસમુદ્ર આવેલો છે અને દક્ષિણ તેમ જ ઉત્તર દિશામાં વૈતાઢ્ય અને હિમવંત પર્વત આવેલા છે. ૨૩૩. આ પ્રમાણે ચાર સીમાવાળા મધ્યખંડમાંથી ગંગાએ વિભાગ પાડીને તેને જુદો પાડેલ છે, તેથી તે (ઉત્તર) ગંગાનિષ્ફટ કહેવાય છે. ૨૩૪. સેનાની પણ ચર્મરત્નવડે સિંધુ નદીની જેમ ગંગા નદી ઉતરીને બ્લેચ્છોને જીતી, ત્યાં ચક્રીની આજ્ઞા પ્રવર્તાવે. પછી કૃતાર્થ બનીને, સૂર્યની જેવી કાંતિવાળો સેનાની તે રાજાઓના ભટણા લઈને, ચક્રવર્તી પાસે આવે અને તેમના ચરણને નમીને ભેટયું આગળ ધરી મ્લેચ્છોના જયની હકીકત નિવેદન કરે. ૨૩૫–૨૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy