________________
૪૩૮
કાલલોક-સર્ગ ૩૧ सोत्साहः कृतकार्योऽथ चक्रभृच्चरणांतिके । एत्य विज्ञपयत्येवं सेनानी रचितांजलिः ॥१४४॥ वच्मि स्वामिन्नभीष्टं ते तमिस्रोद्घाटिता गुहा । उदीच्यभरतार्द्धस्य मार्गोऽयं सुखदोऽस्तु वः ॥१४५॥ श्रुत्वेति मुदितश्चक्री सत्कृत्य पृतनापतिं । प्रस्थानं कुरुते सद्यः सन्नद्धाशेषसैनिकः ॥१४६।। कुंजरं पर्वतप्रौढ-मारूढो मघवानिव । वज्रोपमां दधद्धेम-सृणिं दिक्प्रसरघृणिं ॥१४७॥ याम्येभकुंभन्यस्तेन मणिरत्नेन शोभितः । गुहां विशति चक्रीशः शशी घनघटामिव ॥१४८॥ मणिरत्नं च तद्भाति कुंभिकुंभस्थले स्थितं । रवेबिमिव ध्वांत-ध्वंसि पूर्वाद्रिमूर्द्धनि ॥१४९।। तेन प्रकाशिताध्वासौ द्वादशयोजनावधि ।
कुर्याद्भित्त्योर्मंडलानि काकिण्या रत्नमुख्यया ॥१५०।। - પછી કૃતાર્થ એવા સેનાની ઉત્સાહપૂર્વક ચક્રવર્તીના ચરણ પાસે આવી બે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરે. ૧૪૪.
હે સ્વામિન્ ! તમારું ઇષ્ટ તમને નિવેદન કરું છું, કે તમિસ્રા ગુફા મેં ઉઘાડી છે એટલે હવે ઉત્તર ભરતાર્ધમાં જવાનો આપનો માર્ગ સુખકારી થાઓ.” ૧૪૫.
આ પ્રમાણે સેનાનીના વચનો સાંભળીને ચક્રી હર્ષ પામી, તેનો સત્કાર કરે, અને પછી સર્વે સૈનિકોને તૈયાર કરીને તત્કાળ તમિસ્રા ગુફા તરફ પ્રયાણ કરે. ૧૪૬.
પર્વત જેવા પ્રૌઢ હસ્તી ઉપર ઈન્દ્રની જેમ ચક્રવર્તી આરોહણ કરે અને જેના તેજનો દિશાઓમાં પ્રસાર થઈ રહ્યો છે એવા વજ જેવા સોનાના અંકુશને હાથમાં ધારણ કરે. ૧૪૭.
પછી હાથીની જમણી બાજુના કુંભસ્થળ ઉપર દેદીપ્યમાન મણિરત્નને સ્થાપીને ચક્રી, વાદળાંની ઘટામાં ચંદ્ર પ્રવેશ કરે, તેમ ગુફામાં પ્રવેશ કરે. ૧૪૮.
તે વખતે હાથીના કુંભસ્થળ ઉપર સ્થાપન કરેલ મણિરત્ન પૂર્વાચલ ઉપર રહેલ અંધકારનો ધ્વસ કરનાર સૂર્ય બિંબની જેવું શોભે છે. ૧૪૯.
તે રત્ન વડે બાર યોજન સુધી પ્રકાશ પડે છે. તેણે પ્રકાશિત કરેલા માર્ગે ચાલતા ચકી, રત્નમાં મુખ્ય કાકિણીરત્ન વડે બે બાજુની ભીંતો ઉપર (ગોળ) મંડળો આળખે છે (કરે છે). ૧૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org