SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફાના દ્વારને ઉઘાડવાની ક્રિયા केवलं मार्दवोपेतो मृद्यतेऽगी मृदादिवत् । काठिन्यवांश्च दूरेण त्यज्यते दृषदादिवत् ॥१३८॥ मृदुत्वकठिनत्वाभ्यां संगताभ्यां तु संगतः । गौरवं लभते लोके जनो हीरांकुरादिवत् ॥ १३९॥ सामादिषु ततः श्रेष्ठा-वुपायावादिति । न मध्यमौ तु कातर्या - दित्यादि विमृशन्निव ॥१४०॥ दृढघाताय सप्ताष्टा-वपसृत्य पदानि सः 1 त्रिस्ताडयति दंडेन बाढशब्दमथाररीं ॥ १४१ ॥ कृताक्रंदाविव क्रोंचा - रवदंभेन तावथ । विघट्य पृथुवेगेन तस्थतुः स्वस्वतोड्डुके ॥ १४२॥ હ્રયો: મંહતયો: સિદ્ધિ-ન્યાાર્યવિધિનો । इतीव भेदनीतिज्ञः स कपाटौ व्ययोजयत् ॥१४३॥ यश्चात्र द्वादशयोजनानि तुरगारूढः सेनापतिः शीघ्रमपसरतीत्यादिप्रवादः सोऽनागमिक इव लक्ष्यते, इत्यावश्यक टिप्पनके । Jain Education International ૪૩૭ ‘‘આ દુનિયામાં કેવળ પોચાપણું ધારણ કરે છે તો તે માટીની જેમ કચરાય છે અને કેવલ કઠિનતા ધારણ કરે છે તો તે પથ્થરની જેમ દૂરથી જ તજી દેવાય છે. ૧૩૮. એટલે મૃદુત્વ અને કઠિનત્વ બંને જેમાં મળેલા હોય તે લોકમાં હીરાના અંકુરાની જેમ ગૌરવને પામે છે. ૧૩૯. તેથી સામાદિ ચાર૧ ઉપાયોમાં પહેલો અને છેલ્લો ઉપાય શ્રેષ્ઠ જણાય છે; મધ્યના બે તો કાયરના ઉપાયો જણાય છે.'' આમ વિચારીને જ જાણે હોય, તેમ સેનાની પ્રથમ પૂજાદિ વડે સામ ઉપાય કર્યા પછી દઢપણે પ્રહાર કરવા માટે સાત-આઠ પગલા પાછા ભરીને દંડ વડે ત્રણ વાર દ્વાર ઉપર પ્રહાર કરે કે જેથી બારણાઓ ગાઢ શબ્દ કરે. ૧૪૦-૧૪૧. અને ક્રૌંચ પક્ષીની જેમ જાણે આક્રંદ કરતાં હોય તેવો શબ્દ કરતાં મોટા વેગથી તે બંને બારણા ઉઘડી જઈને પોતપોતાની પાછળના તોડા સાથે અડીને સ્થિર થાય. ૧૪૨. કાર્યના વિરોધી એવા બે ભેળા મળેલા હોય તો તે કાર્યસિદ્ધિ થવા ન દે, તેમ ભેદનીતિને જાણનારાની જેમ સેનાની એ બંને બારણાને છુટા પાડે. ૧૪૩. અહીં ‘સેનાની દંડ વડે પ્રહાર કરીને અશ્વ ઉપર બેઠેલો બાર યોજન પાછો હઠી જાય ઇત્યાદિ (દંતકથા) છે તે અનાગમિક જણાય છે.' એવું આવશ્યકના ટિપ્પનકમાં કહ્યું છે. ૧. સામ, દામ, ભેદ અને દંડ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy