________________
૧૦
' ' કાલલોક-સર્ગ ૨૮ तथा चागम: कइ णं भंते ! दवाए ? गो० छ दव्वा प० तं० धम्मत्यिकाए, अधम्मस्थिकाए, आगासस्थिकाए, पुग्गलस्थिकाए, जीवत्यिकाए, अद्धासमए य'
एवं कालः पृथग्द्रव्यं सिद्धो युक्त्यागमेन च । उपकारश्च तस्य स्युः पूर्वोक्ता वर्तनादयः ॥५६॥ वर्त्तनादिस्वरूपं च सामान्येनोदितं पुरा ।
अथ किंचिद्विशेषेणो-च्यते शास्त्रानुसारतः ॥५७॥ तत्र च - द्रव्यस्य परमाण्वादे-र्या तद्रूपतया स्थितिः ।
नवजीर्णतया वा सा वर्तना परिकीर्तिता ॥५८॥ इति महाभाष्यवृत्त्यभिप्रायः, तथाच तत्पाठः-अत्रैव तत्परमाण्वादिरूपेण (व्यणुकत्र्यणुकादिरूपेण) परमाण्वादिद्रव्याणां (वर्तन) वर्त्तना इति ४३५तमपत्रे, तथा तत्र "विवक्षितेन नवपुराणादिना तेन तेन रूपेण यत्पदार्थानां वर्त्तनं शश्वद्भवनं सा वर्तना'' इत्याद्यपि तत्रैव ८३६तमपत्रे. तथा तैस्तै वैः स्वतो ह्या वर्तते, तत्प्रयोजिका वृत्तिः कालाश्रया या सा वर्त्तनेत्यभिधीयते इति
તે છ દ્રવ્યો શી રીતે ઘટે ? ૧૫.
તે વિષે આગમમાં કહ્યું છે કે–“હે ભગવાન્ ! દ્રવ્ય કેટલાં છે? હે ગૌતમ ! છ દ્રવ્યો કહેલાં છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨ આકાશાસ્તિકાય ૩, પુદ્ગલાસ્તિકાય ૪, જીવાસ્તિકાય પ અને અદ્ધા સમય (કાલ) દુ" આ પ્રમાણે યુક્તિ અને આગમથી કાળ ભિન્દ્રવ્ય છે એમ સિદ્ધ થયું. તે કાળની ઉપયોગિતા પૂર્વે કહેલા વર્તનાદિ છે.૫.
આ વર્તનાદિનું સ્વરૂપ પ્રથમ સામાન્યથી કહી ગયા છીએ. હવે અહીં શાસ્ત્રને અનુસારે કાંઈક વિશેષ કહીએ છીએ.પ૭.
તેમાં પરમાણુ વિગેરે દ્રવ્યની જે તે રૂપે સ્થિતિ, અથવા તે પરમાણુ આદિની જે નવીનપણે કે જીર્ણપણે જે સ્થિતિ, તે વર્તના કહેલી છે. ૫૮.
આ પ્રમાણે મહાભાષ્યની વૃત્તિનો અભિપ્રાય છે. તેમાં ૪૩૫માં પાનામાં કહ્યું છે કે પરમાણુ આદિ દ્રવ્યોનું જે પરમાણુ આદિરૂપે રહેવું તે વર્નના કહેવાય છે, તથા તે પરમાણુ આદિ વિષયક નવીન, પુરાણ વિગેરે તે તે રૂપે પદાર્થોનું જે વર્તવાપણું એટલે નિરંતર હોવાપણું તે પણ વર્તના કહેવાય
૧. પરમાણ્વાદિક રૂપે ૨. વિશેષાવશ્યકભાષ્ય છાપેલ ભાગ-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org