________________
વર્તના તથા પરિણામનું સ્વરૂપ
૧૧
,
तत्त्वार्थवृत्त्याशयः तथा च तद्वच:- वर्त्तना कालाश्रया वृत्तिरिति वर्त्ततेऽर्थाः स्वयमेव तेषां वर्त्तमानानां (प्रयोजिका) कालाश्रया वृत्तिर्वर्त्यते यया सा वर्त्तना इति २४५ तमपत्रे. धर्मसंग्रहणीवृत्तेरप्ययमेवाशयः ।
नानाविधा परिणति - द्रव्यस्य सत एव या । परिणामः स कुंभादि-र्मृद्द्रव्यादेरिवोदितः ॥५९॥ यथांकुराद्यवस्थस्य परिणामो वनस्पतेः । मूलकांडादिभावेन स्वजात्यपरिहारतः ॥६०॥ यथा वय: परीणामो देहद्रव्यस्य चांगिनां । दध्यादिपरिणामो वा द्रव्यस्य पयसो यथा ॥ ६१॥ नो वा मौलिमुद्रादि - भावैः परिणतिर्यथा । परिणामो विफणत्वोत्फणत्वादिरहेर्यथा ॥ ६२ ॥ द्विधा सादिरनादिश्च स चाद्योऽभ्रादिगोचरः । ધર્માધર્માસ્તિાયાદ્રિ-નોવર: સ્વાન્નતોઽપર: I૬૩૫
:
છે. ઈત્યાદિ પણ તે જ મહાભાષ્યની વૃત્તિમાં ૮૩૬મા પાનામાં કહ્યું છે. તથા પદાર્થો તે તે રૂપે સ્વયમેવ જ વર્તે છે, તે વર્તવામાં જે કારણ રૂપે હોય, તે કાળના આશ્રયવાળી વર્તના કહેવાય છે.’’તત્ત્વાર્થની ટીકામાં કહ્યું છે કે—“વર્નના એટલે કાળને આશ્રયીને હોવાપણું, એટલે કે પદાર્થો પોતાની મેળે જ વર્તે છે, અને વર્તતા એવા તે પદાર્થોની કાળના આશ્રયવાળી જે તે વૃત્તિ તે વર્ષના કહેવાય છે.’' આ પ્રમાણે ૨૪૫મા પાનામાં કહ્યું છે. ધર્મસંગ્રહણીની ટીકાનો પણ આ જ અભિપ્રાય છે. ઈતિ વર્તના.
(૧)
વિદ્યમાન પદાર્થની જે વિવિધ પ્રકારની પરિણતિ તે પરિણામ કહેવાય છે. જેમકે માટી વિગેરે પદાર્થની જે કુંભાદિરૂપે પરિણિત તે (કુંભાદ) પરિણામ કહેવાય છે. જેમ અંકુરાદિ અવસ્થાવાળા વનસ્પતિ (વૃક્ષાદિક)ના મૂળ, થડ વિગેરે પોતાની જાતિને અનુસરતા પરિણામ થાય છે. જેમ પ્રાણીઓના શરીરરૂપી પદાર્થનો બાલ્યાવસ્થાદિ વયરૂપે પરિણામ થાય છે. જેમ દૂધરૂપ દ્રવ્યનો દહીંરૂપે પરિણામ થાય છે. જેમ સુવર્ણરૂપ દ્રવ્યનો મુગટ અને મુદ્રા (વીંટી) વગેરેરૂપે પરિણામ થાય છે, તથા જેમ સર્પરૂપ દ્રવ્યનો ફણારહિત અને ફણાસહિત વિગેરે પરિણામ થાય છે.૫૯-૬૨.
આ પરિણામ સાદિ અને અનાદિ એમ બે પ્રકારનો છે, તેમાં વાદળાં વિગેરે પરિણામ સાદિ ૧. તત્ત્વાર્થ સટીક છાપેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org