________________
૪૧ ૨
કાલલોક-સર્ગ ૩૦
तथैव च ततो वायुकुमाराः स्व:पतेर्गिरा । द्रुतमुज्ज्वालयंत्यग्निं पवमानैर्विकुर्वितैः ॥१०४२।। ततश्चतुर्विधा देवा आज्ञप्ता वज्रपाणिना । तुरुष्ककाकतुंडादि-भारान् सारान् सहस्रशः ॥१०४३।। कुंभान् मधुघृतानां च जुहुयुर्वह्निदीप्तये । ततोंगेष्वस्थिशेषेषु संस्कृतेषु हविर्भुजा ॥१०४४॥ निर्वापयंति जीमूत-कुमारा वासवाज्ञया । क्षीरोदादाहृतैः क्षीर-कल्पनीरैश्चिताश्च ताः ॥१०४५।।
त्रिभिर्विशेषकम् । ततश्च - याम्यामूर्ध्वस्थां जिनानां दाढां गुणाति वज्रभृत् ।
चमरेंद्रोऽधस्तनी तां तत्तद्दिश्याधिपत्यतः ॥१०४६।। वामामुपरिगां दाढा-मिंद्रो गृह्णाति शूलभृत् । बलींद्रश्चाधस्तनीं तां शेषाः सर्वे सुरासुराः ॥१०४७।। अस्थीन्यथांगोपांगानां सर्वाण्याददते मुदा ।
अर्हद्भक्त्यनुरागेण केचित्केचिच्च जीततः ॥१०४८।। તેવી જ રીતે વાયુકુમારના દેવો ઇદ્રની આજ્ઞાભી વાયુ વિકુર્વે અને તે વાયુ વડે અગ્નિને શીધ્ર १२॥. १०४२.
પછી ઇદ્ર આજ્ઞા કરેલા ચારે નિકાયના દેવો તુરુષ્ક, કાકતુંડ વિગેરે સુગંધી દ્રવ્યો હજારો ભાર જેટલા તે ચિતામાં નાંખે, તેમજ મધુ અને વૃતના ઘડાઓ પણ અગ્નિને વધારે પ્રદીપ્ત કરવા માટે નાંખે. પછી જ્યારે અસ્થિ સિવાયનું સર્વ શરીર અગ્નિથી બળી જાય, ત્યારે ઇદ્રની આજ્ઞાથી મેઘકુમારના દેવો ક્ષીરસમુદ્રમાંથી લાવેલા ક્ષીરસમાન જળ વડે તે ત્રણ ચિતાઓને શાંત કરે. ૧૦૪૩-૧૦૪૫.
પછી જિનેશ્વરની દક્ષિણ (જમણી) બાજુની ઉપરની દાઢા શકેન્દ્ર ગ્રહણ કરે અને તે બાજુની નીચેની દાઢા ચમરેંદ્ર ગ્રહણ કરે. એ બંને દક્ષિણ દિશાના સ્વામી હોવાથી તે પ્રમાણે કરે. ૧૦૪૬.
ડાબી બાજુની ઉપર દાઢા ઇશાન ઇદ્ર ગ્રહણ કરે અને બલીદ્ર તે બાજુની નીચેની દાઢા ગ્રહણ કરે, બાકીના બીજા દેવતાઓ પ્રભુના અંગોપાંગના સર્વ અસ્થિઓ હર્ષથી ગ્રહણ કરે. તેમાં કેટલાક અરિહંતપરની ભક્તિના અનુરાગથી અને કેટલાક પોતાનો આચાર છે–એમ માનીને ગ્રહણ કરે. ૧૦૪૭१०४८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org