________________
અરિહંતનો અગ્નિસંસ્કાર
ततः क्षीरार्णवानीतैः क्षीरैर्भगवतां तनूः । स्नपयित्वाथ गोशीर्ष - चंदनेनानुलिप्य च ॥१०३५॥ परिधाप्योत्तमं हंस - लक्षणं पटशाटकं । वज्रभृत्कुरुते भक्त्या सर्वालंकारभूषिता ॥ १०३६॥ अन्ये च देवा गणभृ-द्वपूंषि विधिनामुना । परे मुनिशरीराणि स्नपयंत्यर्चयंति च ॥१०३७॥ अथेंद्रवचनात्तिस्रः शिबिकाः कुर्वते सुराः । तत्रैकस्यां जिनांगानि शक्रः स्थापयति स्वयं ॥ १०३८|| गणीनां च मुनीनां च परस्मिन् शिबिकाद्वये । स्थापयंति परे देवा - स्ततः शक्रसुरा अपि ॥१०३९॥ भक्त्या स्वस्कंधमारोप्य शिबिका: समहोत्सवं । स्थापयंत्यर्हदादीनां देहांश्चित्यात्रये क्रमात् ॥१०४०॥ ततः शक्राज्ञया वह्नि - कुमाराः साश्रुलोचनाः । विमनस्का: क्षिपंत्यग्निं चित्यासु तिसृषु क्रमात् ॥१०४१॥
પછી ક્ષીરસમુદ્રમાંથી મંગાવેલ જળવડે પ્રભુના શરીરને સ્નાન કરાવી ગોશીર્ષ-ચંદન વડે વિલેપન કરે. ૧૦૩૫.
૪૧૧
પછી ઈંદ્ર પોતે ભક્તિ વડે હંસના ચિત્રવાળું ઉત્તમવસ્ત્ર પ્રભુને પહેરાવીને પ્રભુના શરીરને સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. ૧૦૩૬.
બીજા દેવો, એ જ વિધિ પ્રમાણે ગણધરોના શરીરને અને અન્ય દેવો સામાન્ય મુનિઓના શરીરોને સ્નાન કરાવી વિલેપન કરે. ૧૦૩૭.
પછી ઇંદ્રની આજ્ઞાથી દેવતાઓ ત્રણ શિબિકાઓ તૈયાર કરે—તેમાં એક શિબિકામાં પ્રભુના શરીરને ઇંદ્ર પોતે પધરાવે અને બીજી બે શિબિકામાં ગણધરોના અને મુનિઓના શરીરોને દેવતાઓ પધરાવે. પછી ઇંદ્ર અને દેવતાઓ ભક્તિથી તે શિબિકા પોતાના સ્કંધ પર ઉપાડીને, મહોત્સવપૂર્વક ચિતા પાસે લાવે અને ત્યાં શિબિકા નીચે મૂકી તેમાંથી પ્રભુના શરીરને ઇંદ્ર પોતે ચિતામાં પધરાવે અને બીજી બે શિબિકામાંથી ગણધરો અને મુનિઓના શરીરો અન્ય દેવો ઉપાડીને ચિતામાં પધરાવે. ૧૦૩૮
૧૦૪૦,
પછી ઇંદ્રની આજ્ઞાથી આંખમાં આંસુવાળા અગ્નિકુમારના દેવો ઉદાસપણે ત્રણે ચિતામાં અનુક્રમે અગ્નિ પ્રગટાવે. ૧૦૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org