________________
૩૯૭
સમવસરણની વ્યવસ્થા
पर्षदो द्वादशाप्येवं निषीदंत्युक्तदिक्ष्विमाः । प्रदक्षिणीकृत्य नत्वा-हतो गण्यादिकांस्तथा ॥९३५॥ आयाति यो यज्जातीयः स तत्पर्षदि तिष्ठति । न तत्र मानो द्वेषो वा न भयं न नियंत्रणा ॥९३६।। महर्द्धिकं समायांतं नमंत्यल्पर्द्धिकाः स्थिताः । व्रजंतोऽपि नमंतोऽमी यांति प्रौढद्धिकं स्थितं ॥९३७॥ यो यो यस्य परीवारो यो वा यन्निश्रयाऽऽगतः । त्रिदशो वा मनुष्यो वा स तत्पार्श्वे निषीदति ॥९३८॥ देव्यश्चतुर्द्धा साध्व्यश्च शृण्वंत्यूचंदमाः क्षणं । देवाः सर्वे नरा नार्यो निविष्टाः श्रमणास्तथा ॥९३९॥ वृत्तावावश्यकस्येदं चूर्णं चोत्कटिकासनाः । शृण्वंति साधवोऽथोर्ध्वाः साध्व्यो वैमानिकांगनाः ॥९४०॥ उपविश्यैव शृण्वंति देशनामाप्तभास्वतां ।
पर्षदोऽन्या न वेत्युक्तं वेत्ति तत्त्वं तु तत्त्ववित् ॥९४१॥ ઉપર કહ્યા પ્રમાણે વિદિશાઓમાં બેસે. ૯૩૫.
નવો જે આવે તે પોતાની જાતિની પર્ષદામાં બેસે. તેમાં માન, દ્વેષ, ભય કે નિયંત્રણા બીલકુલ હોતાં નથી. ૯૩૬.
કોઈ મહદ્ધિક આવે તો તેને પ્રથમ બેઠેલા અલ્પદ્ધિવાળાઓ નમે અને અલ્પદ્ધિવાળા જાય તો બેઠેલા મહદ્ધિકને નમીને જાય. ૯૩૭.
જે જેના પરિવારનો હોય, અથવા જે જેની નિશ્રામાં આવ્યો હોય, તે મનુષ્ય કે દેવ તેની પાસે જ બેસે. ૯૩૮.
ઉપર જણાવેલી ૧૨ પર્ષદામાંથી ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઊભા ઊભા દેશના સાંભળે અને ચાર પ્રકારના દેવો, મનુષ્ય, મનુષ્યની સ્ત્રીઓ અને સાધુઓ- (એ ૭ પર્ષદા) બેસીને દેશના સાંભળે. ૯૩૯.
આવશ્યકવૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે, પરંતુ તેની ચૂર્ણિમાં કહ્યું છે કે-સાધુઓ ઉત્કટિકાસને સાંભળે અને વૈમાનિકની દેવી તથા સાધ્વીઓ બે પર્ષદા જ ઊભી રહીને સાંભળે. ૯૪૦.
બાકીની નવ પર્ષદા આપ્તમાં સૂર્યસમાન પરમાત્માની દેશના બેસીને સાંભળે કે ઊભી રહીને સાંભળે તે વિષે કાંઈ કહ્યું નથી. તત્ત્વ કેવળી જાણે. ૯૪૧.
૧ બાકીની નવ પર્ષદા બેસીને સાંભળે એમ પણ કહેલ છે. આ ગાથાના ચોથા પદનો અર્થ એવો પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org