________________
૩૯૬
મન:પર્યાયજ્ઞાન્યાધા-સ્તતોઽતિશ્યસાધવ:। नत्वार्हत्तीर्थगणिनः सर्वज्ञांश्चासते ततः ॥ ९२८॥ तेषां च पृष्ठतः शेष-संयता अर्हदादिकान् । प्रणिपत्य निषीदति विनयेन यथाक्रमं ॥ ९२९॥ तेषां च पृष्ठतो वैमानिकदेव्योऽर्हदादिकान् । प्रणिपत्यासते तासां पृष्ठे साध्व्यस्तथैव च ॥ ९३०॥ इत्येताः पर्षदस्तिस्रो निषीदंत्यग्निकोणके । प्रविश्य पूर्वद्वारेण कृत्वा चार्हत्प्रदक्षिणां ॥ ९३९ ॥ देव्योऽथ भवनज्योतिर्व्यतराणामिति त्रयं । याम्यद्वारा प्रविश्यास्ते नैर्ऋत्यां दिशि पर्षदां ॥९३२॥ सुरास्त्रयोऽमी पूर्वोक्ताः पुनस्तिष्ठत्यनुक्रमात् । प्रविश्य पश्चिमद्वारा वायव्यां विनयानताः ॥९३३॥ वैमानिकाः सुरास्सेंद्रा मनुजा मनुजस्त्रियः । प्रविशत्युत्तरद्वारा तिष्ठंत्यैशानकोणके ॥ ९३४ ॥
કેવળજ્ઞાનીની પાછળ મન:પર્યવજ્ઞાની, (અવધિજ્ઞાની, ચૌદપૂર્વ) વિગેરે બેસે છે. તેમની પાછળ અતિશયવાળા સાધુઓ બેસે. તે સર્વ અરિહંતને, તીર્થને, ગણધરને અને કેવળીઓને નમસ્કાર કરીને બેસે છે. ૯૨૮.
Jain Education International
કાલલોક-સર્ગ ૩૦
તેની પાછળ સામાન્ય મુનિઓ અરિહંતાદિને વિનયપૂર્વક નમસ્કાર કરીને અનુક્રમે બેસે. ૯૨૯. તેમની પાછળ વૈમાનિક દેવીઓ અરિહંતાદિને નમસ્કાર કરીને ઊભી રહે, તેમની પાછળ સાધ્વીઓ, તે જ પ્રકારે અરિહંતાદિને નમસ્કાર કરીને ઊભી રહે. ૯૩૦.
આ ત્રણ પર્ષદા પૂર્વદ્વા૨વડે સમવસરણમાં પ્રવેશ કરીને, અરિહંતને ત્રણ પ્રદક્ષિણા દઈને અગ્નિકોણમાં બેસે. ૯૩૧.
ભવનપતિ, વ્યંતર ને જ્યોતિષીની દેવીઓ,એ ત્રણ પર્ષદા દક્ષિણદ્વારથી પ્રવેશ કરીને નૈઋત્યકોણમાં બેસે. ૯૩૨.
એ જ પ્રમાણે ભવનપતિ, વ્યંતર ને જ્યોતિષીના દેવોરૂપ ત્રણ પર્ષદાના દેવો, પશ્ચિમહારે પ્રવેશ કરી વિનયથી નમીને વાયવ્ય કોણમાં બેસે. ૯૩૩.
ઈંદ્રો સહિત વૈમાનિક દેવો, મનુષ્યની સ્ત્રીઓ (એ ત્રણ પર્ષદા),ઉત્તરદ્વારથી પ્રવેશ કરી ઈશાનકોણમાં બેસે. ૯૩૪.
આ પ્રમાણે બારે પર્ષદા પ્રભુને પ્રદક્ષિણા કરીને તથા અરિહંત અને ગણધરાદિને નમસ્કાર કરીને,
For Private & Personal Use Only
www.jainelibrary.org