________________
૩૯૮
કાલલોક-સર્ગ ૩૦ अपूर्व यत्र समव-सरणं नेक्षितं च यैः । अपि द्वादशयोजन्या-स्ते तत्रायांति साधवः ॥९४२।। अथ चेत्साधवस्तत्र ते नायांति श्लथादराः । तत्प्रायश्चित्तमर्हति चतुर्गुरुकसंज्ञकं ॥९४३।। आगच्छतां च बालानां ग्लानानां जरतामपि । न कोऽप्युपद्रवो नाति-न त्रास स्यान्न वा श्रमः ॥९४४॥ तावदुत्तुंगसोपान-सहस्रारोहणे भवेत् । न कस्यापि श्रमश्वास-व्यथाः शंभुप्रभावतः ॥९४५।। स्त्रीक्षेत्रवित्तायुत्थानि पितृघातोदितान्यपि । तत्रागतानां शाम्यंति द्रुतं वैराणि पापवत् ॥९४६।। युद्ध्यमाना मिथः क्रूराः क्रोधरक्तेक्षणाननाः । कंपमाना उदस्तास्त्रा उच्छंडाः कुंजरा इव ॥९४७॥ भवंति ये तेऽपि तत्रा-गता विस्मृतविग्रहाः ।
प्रशांतचित्ताः शृण्वंति धर्मं स्वामिप्रभावतः ॥९४८॥ જ્યાં અપૂર્વ (નવું જ) સમવસરણ થયું હોય અને જેમણે સમવસરણ જોયું જ ન હોય, તેવા સાધુ બાર યોજનથી પણ ત્યાં આવે. ૯૪ર.
જો કોઈ સાધુ શિથિલ આદરવાળા થઈને ન આવે તો તેને ચતુર્ગુરુ નામનું પ્રાયશ્ચિત આવે. ૯૪૩.
બાળ, ગ્લાન કે વૃદ્ધ, કોઈને પણ સમવસરણમાં આવતા ઉપદ્રવ, પીડા, ત્રાસ કે થાક લાગતો નથી. ૯૪૪.
એટલા બધાં ઊંચા (વીશ હજાર) પગથીઆઓ ચડતાં કોઈને પણ પ્રભુના પ્રભાવથી શ્રમ, શ્વાસ કે વ્યથા ન થાય. ૯૪પ. - સ્ત્રી, ક્ષેત્ર કે દ્રવ્યાદિના હરણાદિથી ઉત્પન્ન થયેલા તેમજ પિતૃઘાતથી થયેલા વેરો ત્યાં આવનારના પાપની જેમ તત્કાળ શમી જાય છે. ૯૪.
અંદરઅંદર યુદ્ધ કરનારા, કૂર, ક્રોધવડે લાલમુખવાળા, કંપતા અને શસ્ત્રો ઊંચા કરેલા હોવાથી જાણે ઊંચી કરેલી સૂંઢવાળા હાથી જ હોય, તેમ તેઓ ત્યાં આવતાં જ પ્રભુના પ્રભાવથી કલેશને ભૂલી જઈને અને પ્રશાંત ચિત્તવાળા થઈને દેશના સાંભળે છે. ૯૪૭–૯૪૮.
ત્યાં કોઈ વિકથા કરતું નથી, કોઈ બીજાને વ્યાક્ષેપ કરતું નથી, સર્વે જનો એક ચિત્તે પ્રભુની દેશના સાંભળે છે. ૯૪૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org