SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ अबहिश्चारिणां रात्रौ शिशिरे संवृतात्मनां । असंयम इवर्षीणां जनानां स्यादप्रियः शशी ॥ २९ ॥ પૂર્વોé: ને: પવ-વૃતા: શિશુવ:। बदर्यो मातर इव दधति द्युतिमद्भुतां ॥ ३०॥ कुंदवल्लयः शुभ्रदीप्र - प्रसूनदशनश्रियः । हसतीव हिमम्लाना - ननं कमलकाननं ॥३१॥ उत्फुल्लनानाकुसुमा-सवपानमदोद्धुराः । भ्राम्यंति भ्रमरा भूरि- रजोधूसरभूघनाः ॥३२॥ दत्ताश्रया दत्तभोज्या माकंदैरुपकारिभिः । અભ્યસ્થતીવ ામોપ-નિષટ્ જોનિદ્ઘિનાઃ ॥૩૩॥ પ્રીમે વિના: દૂર: નૈ: શોષયતિ ક્ષિતિ । कलौ नृप इवोदेति तृष्णा लोकेऽधिकाधिका ॥३४॥ મુનિઓની જેમ માણસો શિશિર ઋતુમાં રાત્રે બહાર નીકળતા નથી અને આત્માનો સંવર કરે છે. તથા મુનિઓને અસંયમની જેમ તેમને (મનુષ્યને) ચંદ્ર ઉપર પ્રીતિ થતી નથી.૨૯. કાલલોક-સર્ગ ૨૮ પાકેલાં ફળથી પૂર્ણ એવી બોરડીઓ માતાની જેમ બાળકોના સમૂહથી વીંટળાઈને અદ્ભુત કાંતિને ધારણ કરે છે.૩૦. હિમથી કરમાઈ ગયેલા મુખવાળા કમળના વનને શ્વેત અને વિકસ્વર પુષ્પરૂપી દાંતવડે શોભતી કુંદલતાઓ હસે છે. અર્થાત્ શિશિર ઋતુમાં બોરડીને બોર આવે છે, કુંદલતા ખીલે છે અને કમળો કરમાઈ જાય છે. ૩૧. વસંત ઋતુમાં ખીલેલા વિવિધ પ્રકારના પુષ્પોના રસનું પાન કરીને મદોન્મત્ત થયેલા ભમરાઓ ચારે તરફ ભમે છે અને તેમનાં શરીર ઘણી રજથી ભુખરાં થયેલાં હોય છે.૩૨. આમ્રવૃક્ષોરૂપી ઉપકારી (દાતાર) પુરુષોએ કોયલરૂપી બ્રાહ્મણોને રહેવાનો આશ્રય અને ભોજન આપેલું હોવાથી, તેઓ જાણે કામરૂપી ઉપનિષદ (વેદ)નો અભ્યાસ કરતા હોય તેમ શોભે છે.૩૩. ગ્રીષ્મ ઋતુમાં કલિયુગના રાજાની જેમ સૂર્ય પોતાના ઉગ્ર કિરણો વડે પૃથ્વીને ચૂસી લે છે અને લોકો અધિક અધિક તૃષ્ણાવાળા થાય છે.૩૪. Jain Education International ૧. માણસો શરીરને વસ્ત્રથી ઢાંકી દે છે અને મુનિઓ પાંચ મહાવ્રતોથી આત્માને ઢાંકી દે છે, તેથી તેમાં શીતલતા જેવા કર્મનો પ્રવેશ થઈ શકતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy