________________
ઋતુનો પ્રભાવ
समयाद्याश्च कालस्य विशेषाः सर्वसंमताः ।
जगत्प्रसिद्धाः संसिद्धाः सिद्धांतादिप्रमाणतः ॥२२॥ किंच - सहैव स्यात्किसलय-कलिकाफलसंभवः ।
एषां नियामके काल-रूपे द्रव्येऽसति क्षितौ ॥२३॥ बालो मृदुतनुर्दीप्र-देहश्च तरुणः पुमान् । जीर्णांगः स्थविरचेति विना कालं दशाः कथम् ॥२४॥ ऋतूनामपि षण्णां य: परिणामोऽस्त्यनेकधा ।
न संभवेत्सोऽपि कालं विनातिविदितः क्षितौ ॥२५॥ तथाहि - हिमातिपाताद्धेमंते प्रत्यग्नि शलभा इव ।
कंपकाया रणता पतंति मुदिता जनाः ॥२६॥ जनयंति जने जाड्यं तुषाराश्लेषिणोऽनिलाः । परिष्वजंति नीरंधं युवानः कामिनीर्निशि ॥२७॥ महासरांसि स्त्यायंति दह्यतेऽभोजिनीवनं ।
उज्जृभते नवोद्भिन्न-यवादिषु च यौवनं ॥२८॥ સમયાદિ એ કાળના જ વિશેષ છે, એ વાત સર્વને માન્ય છે, જગતમાં પ્રસિદ્ધ છે અને સિદ્ધાંત વિગેરેના પ્રમાણથી પણ સિદ્ધ છે. ૨૨.
જો પૃથ્વી ઉપર નિયામક કાળરૂપ જુદું દ્રવ્ય ન હોય, તો વૃક્ષોને એકી સાથે જ પત્ર,પુષ્પ અને ફળની ઉત્પત્તિ થવી જોઈએ. ૨૩.
બાળકનું શરીર કોમળ હોય છે, યુવાન પુરુષનું શરીર દેદીપ્યમાન હોય છે. અને વૃદ્ધનું શરીર જીર્ણ હોય છે, તો આવી બાલ્યાદિ અવસ્થાઓ કાળ વિના શી રીતે ઘટી શકશે ? ૨૪.
છએ ઋતુઓનો અનેક પ્રકારનો પરિણામ પૃથ્વી પર અત્યંત પ્રસિદ્ધ છે, તે પણ કાળ વિના સંભવતો નથી. ૨૫.
તે આ પ્રમાણે- હેમંત ઋતુમાં ઘણું હિમ પડવાથી કંપતા શરીરવાળા અને કડકડતા દાંતવાળા લોકો હર્ષથી જ પતંગિયાની જેમ અગ્નિ તરફ દોડે છે. ૨૬.
જલકણથી યુક્ત શીતલવાયુથી મનુષ્યો ઠરી જાય છે, તેથી યુવાન પુરુષો રાત્રીએ સ્ત્રીઓને ગાઢ આલિંગન કરે છે. ૨૭.
મોટા સરોવરો ઠરી જાય છે, કમળનાં વન બળી જાય છે અને નવા ઉગેલા જવાદિ ધાન્યો બહુ સારાં પાકે છે. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org