________________
ઋતુનો પ્રભાવ અથવા ઋતુનું વર્ણન
भाग्याढ्यानां धनमिव वर्द्धतेऽनुदिनं दिनं । निरुद्यमानां विद्येव क्षीयते चानिशं निशा ॥३५॥ चंद्रचंदननिर्यास-वासितांगा विलासिनः । नयंत्यहान्युपवने-ध्वंबुक्रीडापरायणाः ॥३६॥ वर्षासु जलमुग्धारा-धोरणीधौतधूलयः । कृतस्नाना धराधीशा इवाभांति धराधराः ॥३७॥ मही भाति महीयोभिः सर्वतो हरितांकुरैः । रोमांचितेवांबुवाह-प्राणप्रियसमागमात् ॥३८॥ रुंधति सरितो लोकं मार्गगं कुलटा इव । प्रिया इव प्रियान् गाढ-मालिंगति लतास्तरून् ॥३९॥ द्योतंते विद्युतो मेघा वर्षत्यूर्जितगर्जिताः । उचैर्नदंतो माद्यंति शिखिचातकदर्दुराः ॥४०॥ उपैति वृद्धिं शरदि प्रतापः पुष्पदंतयोः ।
नृपांतिकेऽन्यायिवक्त्र-मिव शष्यति कईमः ॥४१॥ ભાગ્યશાળી પુરુષોનાં ધનની જેમ દિવસ હંમેશ વૃદ્ધિ પામે છે અને આળસુ પુરુષોની વિદ્યાની જેમ રાત્રિ નિરંતર ક્ષય પામે છે, અર્થાત્ નાની થતી જાય છે.૩૫.
વિલાસી પુરુષો બાગમાં જઈને પોતાના શરીરને ચંદ્ર જેવા શીતળ ચંદનના રસવડે વાસિત કરીને જળક્રીડા દ્વારા દિવસો પસાર કરે છે.૩૬.
વર્ષા ઋતુમાં મેઘની ઘારાના સમૂહથી પર્વતોની ધૂળ ધોવાઈ જાય છે, તેથી તે પર્વતો સ્નાન કરેલા રાજા જેવા શોભે છે.૩૭.
મેઘરૂપી પ્રાણપ્રિયનો સમાગમ થવાથી પૃથ્વીરૂપી સ્ત્રી ચારે તરફ ઉગેલા મોટા લીલા ઘાસના અંકુરાથી જાણે રોમાંચિત થઈ હોય, તેમ શોભે છે.૩૮.
કુલટા સ્ત્રીઓની જેમ નદીઓ વટેમાર્ગુ લોકોને અટકાવે છે તથા પ્રિયા પતિને આલિંગન કરે, તેમ લતાઓ વૃક્ષોને ગાઢ આલિંગન કરે છે..
વીજળીઓ ઝબકે છે, મેઘો મોટી ગર્જનાપૂર્વક વૃષ્ટિ કરે છે તથા મોર, ચાતક અને દેડકાંઓ મોટા શબ્દપૂર્વક હર્ષ પામે છે-નૃત્યાદિ કરે છે.૪૦.
શરદ ઋતુમાં સૂર્ય–ચંદ્રનો પ્રતાપ વૃદ્ધિ પામે છે, રાજાની પાસે અન્યાયી માણસના મુખની જેમ કાદવ સુકાઈ જાય છે.૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org