SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ किंच यथा भाजकेन हृते राशौ यदि किंचिन्न शिष्यते । तदा तद्भाजकस्याधः शून्यं स्थाप्यमिति स्थितिः ॥७७१|| यदा राशौ भज्यमाने किंचिदप्यवशिष्यते । सैकं कार्यं तदा लब्धं नि:शेषे तु न तत्तथा ॥ ७७२ || मितं चतुर्भिर्नवकै रूपं भवति कीदृशं । शीलांगानां तत्र राशिं यथोक्तं दशभिर्भजेत् ॥७७३॥ लब्धा नवनवत्याढ्याः शता नव नवोपरि । शिष्यंते ते च सर्वांत्यदशकस्य लिखेदधः ॥ ७७४|| भागशेषतया राशे - र्लब्धं सैकं विधीयते । सहस्रं जायते तच्च दशभिः प्रविभज्यते ॥७७५ ॥ लब्धं शतं भागशेषा - भावाच्छून्यं निवेश्यते । उपांत्यदशकस्याधः सर्वत्रैवं विधीयतां ॥७७६॥ शते च पंचभिर्भक्ते विंशतिः प्राप्यतेऽथ सा । चतुर्भिर्भज्यते लब्धा: पंच तांश्च त्रिभिर्भजेत् ॥ ७७७॥ કાલલોક-સર્ગ ૩૦ ભાગાકાર કરવાથી છેવટે શેષ કાંઈ ન આવે ત્યારે ભાજકની નીચે શૂન્ય મૂકવું.૧ ૭૭૧. હવે બીજી રીતે ભાગાકાર કરવાનો પ્રકાર કહે છે—જો રાશિને ભાગતાં કાંઈપણ અવશેષ રહે, તો તે લબ્ધ અંકમાં એક ઉમરેવો. જો નિઃશેષ થઈ જાય કાંઈ પણ બાકી ન રહે તો તેમ ન કરવું. ૭૭૨. Jain Education International જેમકે-જો શીલાંગોની રાશિ ચાર નવડા પ્રમાણ હોય તો કેવું રૂપ આવે ? ઉક્તરાશિ ૯,૯૯૯ને પ્રથમ દશ વડે ભાગવું એટલે નવસો ને નવાણું આવે ને નવ વધે. તે આંક છેવટના દશકની નીચે મૂકવો. ભાગ શેષ રહેલ હોવાથી લબ્ધરાશિ ૯૯૯ માં એક ઉમેરવાથી હજાર થાય, તેને દશ વડે ભાગવું. એટલે સો આવે. શેષ કાંઈ ન વધે, તેથી શૂન્ય ઉપાંત્ય દશકની નીચે મૂકવું. સર્વત્ર આ પ્રમાણે કરવું. ૭૭૩-૭૭૬.. સોને પાંચથી ભાગતા વીશ આવે. હવે વીશને ચારથી ભાગતા પાંચ આવે તેને ત્રણવડે ભાગીએ એટલે એક આવે ને બે વધે. તેને બીજા ત્રણની નીચે લખીએ અને લબ્ધ થએલ અંકમાં એક ઉમેરી ૧. જેમકે-૧૮૦૦૦ ને દશવડે ભાગતાં ૧૮૦૦; તેને દશવડે ભાગતાં ૧૮૦, તેને પાંચવડે ભાગતા ૩૬, તેને ચારવડે ભાગતા ૯, તેને ત્રણવડે ભાગતા ૩ ને તેને ત્રણવડે ભાગતાં શૂન્ય અથવા એક આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy