________________
૩૫૪
કાલલોક-સર્ગ ૩૦
आनीतेभ्यश्चतुर्नेषु पुनरप्याहृतेषु रे । काष्ठेषु तुभ्यं दास्यामि भक्ष्यं तद्गच्छ सत्वरं ॥६६६॥ तथैव गत्वा सारण्ये काष्ठभारं चतुर्गणं । कष्टेन महतोच्चित्य निदधौ मूर्ध्नि दुर्वहं ॥६६७॥ प्रस्फुटद्धृदया श्वासै-रारोहंतीव भूधरं । उत्फुल्लगल्लप्रसर-त्फूत्कारा भुजगीव च ॥६६८॥ स्नातेव क्लिन्नसर्वांगचीवरा स्वेदनिर्झरैः । पीतमद्येव निश्चेष्टा प्रपतंती पदे पदे ॥६६९।। पतंतमप्यादधती भारं मूर्ध्नि पुनः पुनः । रुष्टाभीष्टमिवानिष्ट-मपि वेश्येव गर्द्धना ॥६७०॥ प्राप्तपाताप्यवष्टब्धा यष्ट्या जीर्णकुटीव सा । प्रकंपमानसर्वांगो-त्पन्नशीतज्वरेव च ॥६७१॥ विविक्षुरिव भूभ्यंत-यम्भूता भूरिभारतः । मृत्युं संभाषमाणेव हृदिः न्यस्तकरा मुहुः ॥६७२॥
આ લાવી છે તે કરતાં ચારગણા કાષ્ઠ લાવીશ ત્યારે તને ખાવાનું આપીશ, માટે જલદી કાષ્ઠ લેવા જા. ૬૬૬.
શેઠાણીનું આવું વચન સાંભળીને તે તરત જ પાછી અરણ્યમાં ગઈ અને પ્રથમ કરતાં ચારગણા કાષ્ઠો મહામુશીબતથી ભેગા કરીને, તેનો મોટો ભારો બાંધીને, દુઃખે ઉપાડાય એવો તે ભારો માથે મૂક્યો. ૬૬૭.
જાણે પર્વતપર ચડતી હોય એમ શ્વાસવર્ડ જેનું હૃદય ફુટી જતું હતું અને ફુલેલા ગાલવડે સાપણની જેમ ફૂંકારા કરતી, પરસેવાથી જાણે હાયેલી હોય તેમ, સર્વ અંગ ને વસ્ત્રો જેના ભીંજાઈ ગયા છે એવી, અને જાણે મદિરા પીધેલી હોય એમ નિશ્રેષ્ટ થઈને પગલે પગલે પડતી, માથેથી પડી જતા ભારાને વારંવાર પાછી ઉપાડતી, અભીષ્ટ પુરુષની જેમ અનિષ્ટ એવા પણ તે ભારાને રુઝ વેશ્યાની જેમ ઈચ્છતી, જીર્ણ ઝુંપડાની જેમ પડી ગયા છતાં પણ લાકડીના આધારવડે ઊભી રહેતી, ટાઢીઓ તાવ આવેલાની જેમ સવંગે કંપતી, ઘણા ભારવડે જાણે પૃથ્વીમાં પેસવા ઈચ્છતી હોય તેમ નીચી નમી ગયેલી, મૃત્યુ સાથે વાત કરતી હોય તેમ વારંવાર દય ઉપર હાથ મૂકતી, સુધાવડે ક્ષીણ થઈ ગયેલ પેટવાળી અને હાડ અને ચામડી જ જેના શરીરમાં શેષ રહેલ છે એવી, તેમ જ સમસ્ત દુઃખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org