________________
ભગવંતની વાણીનો પ્રભાવ
૩૫૫
क्षुत्क्षीणजठरास्थित्वक्-शेषाऽशेषाऽसुखाश्रिता । समंताद्विश्लथा शुष्क-शमीवाततकोटरा ॥६७३॥ असकृद्रसनालीढ-सृक्का शुष्कगलाधरा दंतशून्यास्यविगल-ल्लालाक्षिक्षरदश्रुका ॥६७४॥ क्षणे क्षणे स्मरंती तं वणिकपल्याः पराभवं । भक्ष्यं दास्यति सा नो वे-त्येवं चिंताग्निचुंबिता ॥६७५॥ अनन्यगतिकत्वेना-गच्छंती मंदिरं प्रति । यावत्साऽऽयाति समव-सरणस्यांतिके प्रभोः ॥६७६॥ तावत्कंटकमुद्धर्तुं सोच्चिक्षेप निजं क्रमं । न्यस्थात् पाणिं च तत्र स्वं तदा तत्कर्णकोटरे ॥६७७॥ प्रविवेशार्हतां वाणी पीयूषद्रवपेशला । शुश्राव सैकचित्ता तां विस्मृताखिलवेदनां ॥६७८॥
एकादशभिः कुलकं । दिशत्यब्दसहस्राणि भगवान् देशनां यदि । तस्याश्च तावदायुश्चे-त्तर्हि सावस्थिता तथा ॥६७९॥
આશ્રયભૂત, ચારેબાજુથી ઢીલી પડેલી વિસ્તૃત કોટરવાળા સુકાયેલા શમીના ઝાડની જેવી, વારંવાર જીભવડે હોઠને ચાટતી, જેનું ગળું ને હોઠ સુકાઈ ગયેલ છે એવી, દાંત વિનાના મુખમાંથી ઝરી રહી છે લાળ જેને એવી, ઝરતા આંસુવાળી, ક્ષણે ક્ષણે પોતાની શેઠાણીના પરાભવને સંભારતી, મને હજી પણ ખાવાનું આપશે કે નહીં ? એવી ચિંતારૂપી અગ્નિથી બળતી, બીજે જવાનો આશરો ન હોવાથી શેઠના ઘરતરફ જતી, એવી તે ડોસી પ્રભુના સમવસરણ નજીકથી નીકળી. તેવામાં તેના પગમાં કાંટો વાગવાથી તે કાઢવા માટે પોતાનો પગ ઊંચો કરીને પોતાનો હાથ ત્યાં લગાડે છે, ત્યારે તેના કાનમાં અમૃતના રસ જેવી મધુર, અરિહંતની વાણીએ પ્રવેશ કર્યો. તે સાંભળતાં જ સમસ્ત વેદનાને ભૂલી જઈને તે એક ચિત્તે સ્થિર થઈ જઈને સાંભળવા લાગી. ૬૮-૬૭૮.
જો ભગવાન હજારો વર્ષ સુધી દેશના આપે અને તેનું તેટલું આયુષ્ય હોય તો તે તેજ પ્રમાણે રહેલી, માથે ભાર છતાં તે વાણી સાંભળ્યા જ કરે, એક પગલું પણ પૃથ્વી પર આગળ ભરે નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org