________________
૩૪)
કાલલોક-સર્ગ ૩૦ कोदंडानां शता: पंच-दशात्रांतरमीरितं । रूप्यस्वर्णवप्रभित्त्योः प्रत्येकं पार्श्वयोर्द्वयोः ।।५८५।। अत्र पूर्वोक्तसोपान-रुद्धक्षेत्रे पृथक्कृते ।
धनु:शतद्वयी सार्द्धा शेषा प्रतर उह्यते ॥५८६॥ एवं च - स्यात्सार्द्धक्रोशविस्तारां-तरो वप्रोऽत्र राजतः ।
विस्तारमीलने प्राग्व-दुभयोरपि पार्श्वयोः ॥५८७॥ स्वर्णवप्रांतरव्यास एकक्रोशमितो मतः ।
यतः क्रोशार्द्धमेकैक-पार्श्वे व्यासो भवेदिह ॥५८८॥ यदुक्तं समवसरणस्तोत्रे ।
चउरंसे इगधणुसय-पिहु वप्पा सड्ढकोसअंतरया ।
पढमबिया बिअतइआ कोसंतरपुव्वमिव सेसं ॥५८९।। यद्यप्यस्यावचूर्णावित्युक्तं दृश्यते-अत्र चांतरं पूर्ववत्प्रतरसोपानापेक्षया न गण्यते, किंतु आधाद्वितीयस्यैकतः १५०० धनूंषि, परतोऽप्येवं द्वितीयात्तृतीयस्यैकतः १००० धषि, द्वितीयपार्श्वेप्येवं संतीत्येवमेव ज्ञेयं, एवमेव पूर्वाचार्याम्नायादिति ।
રૂપાના ને સોનાના ગઢની ભીંતોને બંને બાજુનું જૂદું જૂદું અંતર ૧૫૦૦ ધનુષ્યનું હોય છે. પ૮૫.
એમાં પૂર્વે કહ્યા પ્રમાણે ૫000 પગથીઆના ૧૨૫૦ ધનુષ્ય બાદ કરતાં બાકી રહેલ ૨૫૦ ધનુષ્યનું પ્રતર હોય છે. પ૮૬.
એ પ્રમાણે બે બાજુનું અંતર ભેગું ગણતાં રૂપાના ને સોનાના ગઢ વચ્ચે દોઢ ગાઉનું અંતર થાય છે. ૫૮૭.
સોનાના ને રત્નના ગઢ વચ્ચે અંતર એક ગાઉ છે, કેમકે બાજુના બે ભાગ પાડતાં દરેક બાજુએ અર્ધ અર્ધ કોશનું અંતર છે. પ૮૮.
સમવસરણસ્તોત્રમાં પણ ઉપર પ્રમાણે કહ્યું છે (આનો ભાવાર્થ ઉપર આવી ગયો છે.) પ૮૯.
જો કે એની અવચૂર્ણમાં કહ્યું છે કે–અહીં અંતર પૂર્વની જેમ પ્રતરને સોપાનની અપેક્ષાએ ન ગણવું પણ પહેલા ને બીજા ગઢ વચ્ચે એક બાજુ અંતર ૧૫૦૦ ધનુષ, બીજી બાજુ પણ તે જ પ્રમાણે ૧૫૦૦ ધનુષ્ય, બીજા ને ત્રીજા ગઢ વચ્ચે અંતર એક બાજુ ૧૦૦૦ ધનુષ્ય, બીજી બાજુ પણ તે જ પ્રમાણે ૧૦૦૦ ધનુષ્ય સમજવું; કેમકે આ પ્રમાણે પૂર્વાચાર્યોની આમ્નાય છે. એમ કહ્યું છે, તો પણ અહીં સુવર્ણના ગઢની અંદર એક બાજુ એક હજાર ધનુષ્યના અંતરમાં ૧૨૫૦ ધનુષ્યમાં સમાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org