________________
ત્રણ ગઢની પરિધિ
૩૩૯
बाह्यसोपानपर्यंत-भूतलं तु भवेत्ततः । पादाधिकैस्त्रिभिः क्रोशै-र्जिनाधःस्थमहीतलात् ॥५७८॥ सोपानानां सहस्रैर्यद्दशभिर्जायते किल । क्रोश: सपादस्तद्योगे भवेन्मानं यथोदितं ॥५७९।। भूमावलग्नं समवसरणं च भवेदिदं । तयोर्ध्वमूर्ध्वं सोपान-रचनाभिस्समंततः ॥५८०॥ रत्नवप्रस्य परिधिरेकं योजनमीरितं । न्यूनत्रयस्त्रिंशदाढ्या चापानां च चतुःशती ॥५८१।। द्वे योजने पंचषष्टि-युक् चापाष्टशती तथा । द्विहस्ती व्यंगुलोना रै-वप्रस्य परिधिर्भवेत् ।।५८२॥ त्रियोजनी चापशता-स्त्रयस्त्रिंशास्त्रयोदश । हस्त एकोगुलान्यष्टौ परिधी रौप्यवप्रगः ॥५८३॥ चतुरस्रेऽथ समव-सरणे विस्तृतिर्भवेत् । सर्वासां वप्रभित्तीनामेकं चापशतं किल ॥५८४॥
બાહ્ય સોપાનના છેલ્લા ભાગ સુધીનું ભૂતળ જિનેશ્વરના નીચેનાં ભૂતળથી સવા ત્રણ ગાઉ થાય. પ૭૮.
તે દશ હજાર પગથીઆના ૨૫૦૦ ધનુષ એટલે તે સવા ગાઉ અને તેને બે ગાઉમાં ભેળવવાથી સવા ત્રણ ગાઉ થાય. પ૭૯.
આ સમવસરણ ભૂમિથી અદ્ધર હોય છે અને તે પગથીઆઓની રચના વડે ચારે તરફથી ઊંચું ઊંચુ હોય છે. પ૮૦.
રત્નના ગઢની પરિધિ એક યોજન ને ૪૩૩ ધનુષ્યમાં કાંઈક ન્યૂન હોય છે. ૫૮૧.
સુવર્ણના ગઢની પરિધિ બે યોજન ૮૬૫ ઘનુષ અને ત્રણ આંગળ ન્યૂન બે હાથની હોય છે. ૫૮૨.
રૂપાના ગઢની પરિધિ ત્રણ યોજના ૧૩૩૩ ધનુષ, એક હાથને ૮ આંગળની હોય છે. ૫૮૩. (એક યોજનના સમવસરણની પરિધિ ૩ યોજન ૧૨૯૮ ધનુષ્યથી કંઈક અધિક થાય છે.)
હવે ચોરસ સમવસરણની હકીકત કહે છે, તેમાં દરેક ગઢની ભીંતોની પહોળાઈ એક સો ધનુષ્ય હોય છે. ૫૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org