________________
૩૨૨
કાલલોક-સર્ગ ૩૦
मरणांतेऽपि संप्राप्ते हिंसादेरनिवर्तनं । महासंक्लिष्टमनसः कालशौकरिकादिवत् ॥४५७॥ श्रुतचारित्रधर्माभ्या-मनपेतं तु यद्भवेत् । तद्धयं ध्यानमुक्तं त-च्चतुर्भेदं जिनोत्तमैः ॥४५८॥ आज्ञाविचयसंज्ञं स्यात् श्रुतार्थचिंतनात्मकं । अपायविचयं त्वाश्रवादिभ्योऽपायचिंतनं ॥४५९॥ पुण्यपापफलचिंता-विपाकविचयाभिधं ।।
संस्थानविचयं तु स्या-ल्लोकाकृत्यादिचिंतनं ॥४६०॥ तथाहुः - आप्तवचनं हि प्रवचन-माज्ञाविचयस्तदर्थनिर्णयनं १ ।
आश्रवविकथागौरव-परीषहाद्यैरपायस्तु २ ॥४६॥ अशुभशुभकर्मविपाका-नुचिंतनार्थो विपाकविचयः स्यात् ३ । द्रव्यक्षेत्राकृत्यनु-गमनं संस्थानविचयस्तु ४ ॥४६२॥ रुचिराज्ञानिसर्गाभ्यां सूत्रविस्तारयो रुचिः ।
चतुर्द्धा रुचयो धर्म-ध्यानचिह्नचतुष्टयं ॥४६३॥ કસાઈની જેમ મરણાંત કષ્ટ આવવા છતાં હિંસાથી ન અટકવું તે ચોથું લક્ષણ જાણવું. ૪૫૫–૪૫૭.
હવે ધર્મધ્યાનનું સ્વરૂપ કહે છે. જે ધ્યાન શ્રતધર્મ અને ચારિત્રધર્મથી યુક્ત હોય તે ધર્મધ્યાન જિનેશ્વરોએ ચાર પ્રકારનું કહ્યું છે. ૪૫૮.
પ્રથમ શ્રુતાર્થના ચિંતવનરૂપ આજ્ઞાવિચય નામનું છે. બીજું આશ્રવાદિથી પ્રાપ્ત થતા અપાય-કષ્ટોનું ચિંતવન કરવું તે અપાયરિચય નામનું છે. ૪૫૯.
ત્રીજું પુણ્ય-પાપના ફળની ચિંતારૂપ વિપાક-વિજય નામનું છે અને ચોથું લોકાકૃતિ વિગેરેનું ચિંતવન કરવું તે સંસ્થાનવિય નામનું છે. ૪૬૦.
કહ્યું છે કે-“આપ્તવચન તે જ પ્રવચન, તેના અર્થનો નિર્ણય તે આજ્ઞાવિચય. આશ્રવ,વિકથા અને ગૌરવ તથા પરિષહાદિનું ચિંતવન તે અપાયરિચય. ૪૬૧.
અશુભ ને શુભ કર્મના વિપાકનું અનુચિંતન તે વિપાકવિચય અને પદ્ધવ્ય યુક્ત ક્ષેત્રની આકૃતિનું લોકનાલિકાનું ચિંતવન તે સંસ્થાનવિચય.” ૪૬૨.
આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ અને વિસ્તારરુચિ-આ ચાર પ્રકારની રુચિ ધર્મધ્યાનના ચાર ચિહ્નરૂપ છે. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org