SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ दुराराधं दुश्वरं च व्रतमंगीकृतं त्वया । यद्वालुकानां कवल इवास्वादलवोज्झितं ॥ ३३९॥ दुर्वहं मेरुवत्खड्ग - धाराग्रमिव दुश्वरं । दुस्तरं वार्द्धिवद्भीष्मं क्लीबानां श्रवणादपि ॥ ३४० ॥ ततः प्रमादं मा कार्षी- र्वत्साऽपि त्वं सुखोचितः । तथा यथास्त्वं धर्मे यथा सिद्ध्येत्तवेप्सितं ॥३४१॥ इत्युदित्वा नमस्कृत्य शाटकं हंसलक्षणं । આવાય મૂળ: પૂર્ણ-મેત: સાપસર્પતિ ॥રૂ૪૨॥ ततो मुष्टयैकया कूर्चं तच्चतुष्केण मुर्द्धजान् । उद्धरन् कुरुते लोचं भगवान् पांचमौष्टिकं ॥ ३४३॥ तदा च प्राप्तवैराग्यै - र्जिना: केचिन्नृपादिभिः । प्रव्रजंति परिवृताः केचिदेकाकिनोऽपि च ॥ ३४४॥ केशांस्त्वादाय शक्रस्तान् सुरभीन् श्यामलान्मृदून् । अनुज्ञाप्य जगन्नाथ - मृत्सृजेत्क्षीरनीरधौ ॥ ३४५॥ તમે દુરારાધ્ય અને દુશ્વર એવું વ્રત અંગીકાર કરો છો, જે સ્વાદ રહિત વેળુના કવળ જેવું છે. ૩૩૯. મેરુપર્વતની જેવું દુર્વહ છે, ખડ્ગની ધારા જેવું દુશ્વર છે, સમુદ્રની જેવું દુસ્તર છે, ડરપોક જનોને સાંભળતાં ભય પમાડે તેવું છે. ૩૪૦. કાલલોક-સર્ગ ૩૦ હે વત્સ ! તમે સુખમાં ઉછરેલા છો તેથી તેના આરાધનમાં પ્રમાદ ન કરશો. તમે તે ધર્મના આરાધનામાં એવો પ્રયત્ન કરજો, કે જેથી તમારું ઇચ્છિત સિદ્ધ થાય.'' ૩૪૧. આ પ્રમાણે કહી, નમસ્કાર કરીને તે કુળમહત્તરા આભૂષણોથી પૂર્ણ એવું હંસલક્ષણાશાટક ગ્રહણ કરી એક બાજુ ઊભી રહે. ૩૪૨. એટલે પ્રભુ એક મુષ્ટિવડે દાઢી-મુછના અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશોનો—એમ પાંચ મુષ્ટિવડે સર્વ કેશોનો લોચ કરે. ૩૪૩. Jain Education International તે વખતે જેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા રાજાઓ અથવા રાજકુમારો સાથે કેટલાક જિનેશ્વરો પ્રવ્રજ્યા ગ્રહણ કરે અને કેટલાક એકલા પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરે. ૩૪૪. પ્રભુના સુગંધી, શ્યામ, મૃદુ એવા કેશોને ગ્રહણ કરી પ્રભુને જણાવીને ઈંદ્ર તેને ક્ષીરસમુદ્રમાં પધરાવે. ૩૪૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy