________________
૩૦૨
કાલલોક-સર્ગ ૩૦
भवनाट्टसहस्राणि व्यतिक्रामन् जगद्गुरुः । जनांजलिसहस्राणि गृह्णन् शृण्वंश्च तत्स्तुतीः ॥३२४॥ वनाय पुर्या निर्याति राजमार्गेण मार्गवित् । सौधर्मेंद्र इव स्वर्गात्पूर्वोक्ताभिः समृद्धिभिः ॥३२५॥ प्रथमं मंगलान्यष्टौ संपूर्णः कलशस्ततः । शृंगारचामरच्छत्र-वैजयंत्यस्ततः क्रमात् ॥३२६।। पादपीठान्वितं रत्न-स्वर्णसिंहासनं ततः । ततः पृथक्साष्टशत-मनारोहेभवाजिनां ॥३२७॥ रथानामस्त्रपूर्णानां ध्वजघंटावलीस्पृशां । प्रधानपुरुषाणां च प्रत्येकं शतमष्टयुक् ॥३२८॥ गजाश्वरथपादात्य-सैन्यानि च ततस्ततः । सहस्रयोजनोत्तुंगो ध्वजो ध्वजसहस्रयुक् ॥३२९॥ खड्गग्राहा: कुंतपीठ-फलकग्राहिणस्ततः । हास्यादिकारकाः कांदर्पिकाश्च सजयारवा ॥३३०॥ उग्रा भोगाश्च राजन्याः क्षत्रियाद्यास्ततः क्रमात् । संचरंति ततो देवा देव्यश्च स्वामिनः पुरः ॥३३॥
પ્રાર્થના કરાતા એવા જગદ્ગુરુ હજારો ઘરો અને દુકાનોને પસાર કરતા લોકોની હજારો અંજલિ (પ્રણામો)ને પ્રહણ કરતા, તેમની સ્તુતિઓને સાંભળતા, મોક્ષમાર્ગના જાણકાર એવા પ્રભુ વનમાં જવા માટે રાજમાર્ગે થઈને પૂર્વોક્ત સમૃદ્ધિવડે જેમ સૌધર્મેન્દ્ર સ્વર્ગમાંથી નીકળે તેમ નગરમાંથી નીકળે. ૩૨૩-૩૨૫.
દીક્ષા મહોત્સવના વરઘોડામાં પ્રથમ આઠ મંગળ ચાલે. ત્યારપછી સંપૂર્ણ કળશ, ભંગાર, ચામર, છત્ર, ધ્વજાઓ, પાદપીઠ સહિત રત્ન સ્વર્ણમય સિંહાસન, ત્યારપછી અસ્વાર વિનાના એક સો આઠ હાથી અને એક સો આઠ ઘોડા, અસ્ત્રપૂર્ણ અને ધ્વજા ઘંટાવળીવાળા ૧૦૮ રથો, ત્યારપછી ૧૦૮ પ્રધાન પુરુષો, ત્યારપછી હાથી, ઘોડા, રથ અને પદાતિરૂપ ચાર પ્રકારની સેના, પછી હજાર યોજન ઊંચો હજાર ધ્વજાવાળો ઈદ્રધ્વજ, ત્યારપછી ખડ્ઝ ભાલા અને પીઠફલકને ગ્રહણ કરીને ચાલનારા, તેમ જ હાસ્ય ઉત્પન્ન કરનારા અને જયજય શબ્દ કરનારા કાંદપિંકો ચાલે. ૩૨૬-૩૩૦.
ત્યારપછી ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયો અનુક્રમે ચાલે. ત્યારપછી દેવદેવીઓ સ્વામીની આગળ याते. 33१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org