________________
૩૦૧
ઇન્દ્રો દ્વારા શિબિકા ઉપાડીને ચાલવું तथाहुः श्रीभद्रबाहुस्वामिन:
पुवं उक्खित्ता माणुसेहिं सा हट्ठरोमकूवेहिं ।
पच्छा वहति सीअं असुरिंदसुरिंदनागिंदा ॥३१८॥ इग्नियमश्चात्रेवं चतुर्थांगे
पुरतो वहंति देवा नागा पुण दाहिणंमि पासंमि । पच्चच्छिमेण असुरा गरुला पुण उत्तरे पासे ॥३१९।। शक्रेशानौ ततस्तां तां त्यक्त्वा बाहां सुरेश्वरौ । चामराणि वीजयन्तः प्रभोरुभयतः स्थितौ ॥३२०॥ तदा नभोंगणं दैवेः स्फुरद्वसनभूषणैः । भूमंडलं च मनुजै-र्भवेद्विष्वगलंकृतं ॥३२१।। निरंतरं वाद्यमान-रातोद्यैर्विविधैस्तदा । जयारवैश्च लोकानां भवेच्छब्दमयं जगत् ॥३२२॥ नागराणां नागरीणां समुदायैः पदे पदे । वीक्ष्यमाणः स्तूयमानः प्रार्थ्यमानो मनोरथैः ॥३२३॥
શ્રીભદ્રબાહુસ્વામી કહે છે કે- “પ્રભુની શિબિકા પ્રથમ વિકસ્વર રોમરાજીવાળા મનુષ્યો ઉપાડે; પછી અસુરેંદ્ર, સુરેંદ્ર ને નાગેદ્રો તે શિબિકાને ઉપાડે.’ ૩૧૮.
ચોથા અંગ સમવાયાંગમાં એવો નિયમ બતાવ્યો છે કે–‘પૂર્વ દિશા તરફ વૈમાનિક દેવો ઉપાડે, દક્ષિણ બાજુ નાગકુમારો ઉપાડે, પશ્ચિમ બાજુ અસુરકુમારો ઉપાડે અને ઉત્તર બાજુ સુપર્ણકુમારો ઉપાડે. 3१८.
થોડેક ચાલ્યા પછી, શક્ર અને ઈશાનંદ્ર તે બાહા તજી પ્રભુની બે બાજુ રહીને ચામર વીજતા याते. ३२०.
તે વખતે શોભાયમાન વસ્ત્રાભૂષણવાળા દેવોવડે આકાશ અને મનુષ્યો વડે ભૂમંડલ ચારેતરફથી અલંકૃત થઈ જાય. ૩૨૧.
તેમજ અવિચ્છિન્ન વાગતા વિવિધ પ્રકારના વાજિંત્રોવડે અને લોકોનાં જયજયારવવડે આખું જગત શબ્દમય થઈ જાય. ૩૨૨.
નગરજનો અને નગરસ્ત્રીઓના સમુદાયથી પગલે પગલે જોવાતા, સ્તવાતા અને મનોરથો વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org