________________
વાર્ષિકદાન તથા દીક્ષાની તૈયારી
एवं निश्चित्य धनद - माज्ञापयति वज्रभृत् । स जृंभकामरांस्ते स्वं निक्षिपंति गृहेऽर्हतां ॥ २८९॥
अन्यदप्यश्वहस्त्यादि-भूषावस्त्रादि मंदिरात् । यच्छंत्यभीष्टं लोकानां दानवीरा जिनेश्वराः ॥ २९० ॥
महानसान्यनेकानि कारयित्वा स्वसेवकैः |
दापयंत्यन्नपानादि दीनादीनामनर्गलं ॥ २९९॥
तथोक्तं षष्ठांगे 'तए णं कुंभए मिहिलाए रायहाणीए तत्थ तत्थ तहिं तहिं देसे बहुईओ महाणससालाओ कारेइ' इत्यादि मल्ल्यध्ययने ।
पित्रादेः स्वजनस्याथ प्राप्यनुज्ञां कथंचन ।
यस्मिन् दिने यतं ते चारित्राय महाशयाः ॥ २९२॥ तस्मिन् दिने तन्नगरं ध्वजश्रेण्याद्यलंकृतं । स्वजनाः कारयंत्येषां विष्वक् पूर्वोक्तया दिशा ॥२९३॥ તસ્મિન્નવસરે પ્રાવ-તુ:ષ્ટિ સુરેશ્વર: | आयांत्यासनकंपेन ज्ञात्वा दीक्षाक्षणं प्रभोः ॥ २९४ ॥
૨૯૭
આ પ્રમાણે નિશ્ચય કરીને સૌધર્મેન્દ્ર કુબેરને આજ્ઞા કરે અને તે શૃંભક દેવતાઓને આજ્ઞા કરે અને તેઓ આટલું દ્રવ્ય જિનેશ્વરના ઘરમાં લાવે છે. ૨૮૯.
Jain Education International
એટલા દ્રવ્ય ઉપરાંત બીજું પણ હાથી, ઘોડા, આભૂષણો, વસ્ત્રો વિગેરે પોતાના મહેલમાંથી દાનવીર એવા જિનેશ્વરો લોકોને તેની ઈચ્છા પ્રમાણે આપે છે. ૨૯૦.
પોતાના સેવકો પાસે અનેક રસોડા શરૂ કરાવીને દીનજનોને પૂરતા પ્રમાણમાં અન્નપાનાદિ પણ આપે છે. ૨૯૧.
શ્રીજ્ઞાતાધર્મકથાંગમાં કહ્યું છે કે ‘ત્યારપછી કુંભરાજા મિથિલા રાજધાનીમાં ત્યાં ત્યાં—તે તે પ્રદેશમાં ઘણાં રસોડાં કરાવે છે' ઈત્યાદિ શ્રીમત્સ્યધ્યયનમાં.
પછી માતાપિતા વિગેરે સ્વજનોની કોઈપણ રીતે અનુજ્ઞા મેળવીને એ મહાશયો જે દિવસે ચારિત્ર લેવા માટે તત્પર થાય, તે દિવસે તે નગરને પૂર્વે જન્મોત્સવમાં કહી ગયા પ્રમાણે સ્વજનો ધ્વજશ્રેણ્યાદિવડે અલંકૃત કરે. ૨૯૨-૨૯૩.
તે અવસરે આસનકંપવડે પ્રભુનો દીક્ષા અવસર જાણીને ચોસઠે ઈંદ્રો પ્રથમની જેમ ત્યાં આવે.
૨૯૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org