SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ પ્રભુ પાસે લોકાંતિકોનું આગમન અને વાર્ષિક દાન लौकांतिकस्वरूपं तु क्षेत्रलोकतो ज्ञेयं । अत्र कल्पसूत्रे श्रीवीरजिनाधिकारे प्रथमं लौकांतिकदेवागमनं, ततो वार्षिकदानमिति क्रमो श्यते, षष्ठांगे तु श्रीमल्लिजिनाधिकारे पूर्वं सांवत्सरिकदानं, ततो लौकांतिकदेवागमनमिति क्रमो दृश्यते, श्रीआवश्यके तु श्रीऋषभजिनाधिकारे कल्पसूत्रवत्, श्रीमहावीराधिकारे तु षष्ठांगवत्तथा चोक्तं श्रीज्ञानसागरसूरिभिः स्वकृतावचूर्णी, आह-ऋषभाधिकारे संबोधनोत्तरकालं परित्यागद्वारमुक्तमिह तु कस्माद्विपर्ययः ? उच्यते-न सर्वार्हतामयं नियमः, यदुत संबोधनोत्तरकालभाविनी महादानप्रवृत्तिरिति ।। ततो दीक्षादिनादर्वाग् वर्षे शेषे जिनेश्वराः । दानस्य धर्मेष्वग्र्यत्वादानं ददति वार्षिकं ॥२७८।। कोटिमेकां सुवर्णानां लक्षैरष्टभिरन्वितां । आप्रातराशसमया-न्नित्यं ददति तीर्थपाः ॥२७९।। पुरे त्रिकचतुष्कादौ कारयेद्धोषणामिति ।। ईप्सितं यस्य यद्वस्त्र-विभूषावाहनादिकं ॥२८०॥ લોકના ઉપકારને માટે ધર્મતીર્થ પ્રવર્તાવો.” ૨૭૬-૨૭૭. લોકાંતિકોનું સ્વરૂપ ક્ષેત્રલોકથી જાણવું. શ્રીકલ્પસૂત્રમાં શ્રીવીરજિનના અધિકારમાં પ્રથમ લોકાંતિક દેવોનું આગમન થાય અને પછી વાર્ષિકદાન આપે એવો ક્રમ દેખાય છે, પણ છઠ્ઠા શ્રીજ્ઞાતાધર્મકથાંગમાં શ્રીમલ્લિજિનના અધિકારમાં પ્રથમ વાર્ષિકદાન અને પછી લોકાંતિકનું આગમન-એવો ક્રમ દેખાય છે, તથા શ્રી આવશ્યકમાં શ્રી ઋષભજિનાધિકારમાં કલ્પસૂત્રની જેમ જ કહેલ છે અને શ્રીમહાવીરાધિકારમાં છઠ્ઠા અંગ પ્રમાણે કહેલ છે. તે વિષે શ્રીજ્ઞાનસાગરસૂરિએ પોતાની કરેલી અવચૂર્ણિમાં કહ્યું છે કે – પ્રશ્ન :- ઋષભાધિકારમાં લોકાંતિકના સંબોધન પછી વાર્ષિકદાન કહેલ છે અને અહીં તેથી વિપર્યય કહેલ છે તેનું શું કારણ ? ઉત્તર :- “સર્વ અરિહંતમાં સંબોધન ઉત્તરકાળે જ મહાદાનની પ્રવૃત્તિ હોય એવો નિયમ નથી.' દીક્ષાદિવસની અગાઉ એક વર્ષ બાકી રહે, ત્યારે જિનેશ્વરો ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મ પ્રથમ હોવાથી વાર્ષિકદાન આપે છે. ૨૭૮. સૂર્યોદયથી આરંભીને પ્રાતઃકાળના ભોજન સમય સુધી (બે પ્રહર) દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સોનૈયાનું દાન તીર્થકર આપે છે. ૨૭૯. નગરના ત્રિક ચતુષ્ક વિગેરે સ્થાનોમાં આ પ્રમાણે ઉઘોષણા કરાવવામાં આવે છે કે–જેને જે વસ્ત્ર, આભૂષણ, વાહનાદિની ઈચ્છા હોય તે યથેચ્છપણે પ્રભુ પાસે આવીને નિઃશંકપણે ગ્રહણ કરો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy