SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ કાલલોક-સર્ગ ૩૦ हृत्वावस्वापिनी मातुः प्रतिबिंबं प्रभोश्च तत् । न्यस्यत्युच्छीर्षके क्षौम-युग्मं कुंडलयुग्मयुक् ॥२४१॥ विचित्ररत्नमालाभिः कृतं श्रीदामगंडकं । लंबयत्यहँदुल्लोचे स्फुरज्झुंबनकाकृति ॥२४२॥ उत्तानशायिनस्तच्च पश्यंतः परमेश्वराः । रमंते विकसन्नेत्रा अनुत्तरसुरा इव ॥२४३।। स्वाम्यंगुष्ठे क्षुधः शांत्यै स्थापयत्यमृतं हरिः । मुखे यत्क्षेपतोऽहंत-स्तृप्यंत्यस्तन्यपा अपि ॥२४४॥ ततः शक्राज्ञया श्रीदा-ज्ञापिता मुंभकामराः । कोटीभत्रिंशतं स्वर्ण-हिरण्यानां जिनालये ॥२४५॥ निदधत्यन्यदप्येवं भूरिभद्रासनादिकं । उद्घोषणां ततः शक्रः कारयत्याभियोगिकैः ॥२४६॥ कुर्वंति भगवज्जन्म-नगर्यां तेऽपि हर्षिताः । विष्वत्रिकचतुष्कादौ बाढमुद्घोषणामिति ॥२४७॥ પછી માતાની અવસ્વાપિની નિદ્રા અને પ્રભુનું પ્રતિબિંબ હરી લઈ તેમના ઓશીકે વસ્ત્રયુગ્મ અને કુંડળયુગ્મ સ્થાપન કરે. ૨૪૧. અને અરિહંતના ઉપરના ભાગમાં ઉલ્લોચમાં વિચિત્ર રત્નમાળાવડે બનાવેલ તેજસ્વી ઝુમ્મરની આકૃતિવાળો શ્રીદામગંડક-પુષ્પનો દડો લટકાવે. ર૪૨. તે દડાને જોઈ ચત્તા સુતેલા એવા પ્રભુ વિકસિત નેત્રવાળા થઈને અનુત્તર વિમાનના દેવોની જેમ રમે. ૨૪૩. પછી શકેંદ્ર સુધાની શાંતિ માટે પ્રભુના અંગુઠામાં અમૃતનો સંચાર કરે, કે જે અંગુઠાને મુખમાં રાખવાથી સ્તનપાન નહીં કરનારા એવા પ્રભુ પણ તૃપ્તિ પામે. ૨૪૪. ત્યારપછી ચક્રની આજ્ઞાથી કુબેર, જૈભક દેવો દ્વારા બત્રીશ ક્રોડ સ્વર્ણ ને હિરણ્યની વૃષ્ટિ પ્રભુના ઘરમાં કરે. ર૪પ. બીજા અનેક ભદ્રાસનો વિગેરે પણ સ્થાપન કરે. પછી શક્ર પોતાના અભિયોગિક દેવો પાસે ઉદ્ઘોષણા કરાવે. ૨૪૬. તે દેવો પણ ખુશ થઈને ભગવંતની જન્મનગરીમાં ચારેબાજુ ત્રિક, ચતુષ્ક વિગેરે સ્થાનોમાં આ પ્રમાણે ઉદ્યોષણા કરે. ૨૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy