________________
૨૮૮
કાલલોક-સર્ગ ૩૦ ततोऽलंकारसंभार-भासुरं स्वर्दुमोपमं । प्रभुं विधाय पुरतो दर्शयेन्नृत्यकौशलं ॥२२९।। आलिख्य मंगलान्यष्टौ ढौकयेत्पुरतः प्रभोः । वितत्य पुष्पप्रकर-मुक्षिपे पमुत्तमं ॥२३०॥ ततो वृत्तशतेनाष्टा-धिकेनार्थगुणस्पृशा ।
स्तुत्वा कृतांजलिबूते भूयः स्तुतिपदावली ॥२३१॥ सा चैवं श्री जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे णमोत्यु ते सिद्ध बुद्ध णीरय समण समाहिअ समत्त समजोगि सल्लगत्तण णिब्भय णीरागदोस णिम्मम णिस्संग णीसल्ल माणमूरण गुणरयण सीलसागरमणंतमप्पमेय भवियधम्मवरचाउरंतचक्कवट्टी णमोत्थु ते' इत्यादि ।
एवं समापिताशेष-जन्मस्नात्रविधिः प्रभोः । नातिदूरांतिकस्थोऽसौ विनयेन निषेवते ॥२३२॥ त्रिषष्टिरपि देवेंद्राः सौधर्मेंद्रविवर्जिताः । अभिषिचंत्यनेनैव विधिनानुक्रमेण च ॥२३३॥
પછી અલંકારના સમૂહથી શોભતા એવા પ્રભુને કલ્પવૃક્ષ જેવા બનાવીને પ્રભુની પાસે પોતાનું નૃત્યકૌશલ બતાવે. ૨૨૯.
પ્રભુની પાસે અષ્ટ મંગલિક આલેખે, પુષ્પના ઢગલા વિસ્તારી પુષ્પનો પગર કરે અને ઉત્તમ ધૂપ ઉખેવે. ૨૩૦.
ત્યારપછી એક સો આઠ વિશિષ્ટ અર્થ અને ગુણવાળા શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરીને હાથ જોડીને સ્તુતિનાં પદોની શ્રેણિ બોલે છે. ૨૩૧.
તે સંબંધી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે. તે સિદ્ધ, બુદ્ધ, કર્મજ રહિત, શ્રમણ, સમાધિમાન, કાર્યને સમાપ્તિ કરનાર, સર્વયોગનો નાશ કરનાર, ભય રહિત, રાગ દ્વેષ રહિત, મમતા રહિત, સંગ રહિત, શલ્ય રહિત, માનનો નાશ કરનાર, ગુણોમાં રત્ન સમાન, શીલના સાગર, અંત રહિત, પ્રમેય રહિત, સુંદર એવા ધર્મમાં શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તી એવા તમને નમસ્કાર થાઓ. ઈત્યાદિ.
અશ્રુતંદ્ર આ પ્રમાણે જન્મસ્નાત્ર વિધિ સમાપ્ત કરીને, પ્રભુથી અતિદૂર નહીં તેમ અતિ નજીક નહીં, એ રીતે ઊભા રહી વિનયપૂર્વક સેવા કરે. ૨૩૨.
એ રીતે સૌધર્મેદ્ર સિવાય ૬૩ ઈદ્રો અશ્રુતંદ્ર કરેલ વિધિ પ્રમાણે જન્માભિષેકને લગતો સર્વ વિધિ કરે. ૨૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org